• Home
  • News
  • સાઉદીમાં ઉમરાહ કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પલટી:20નાં મોત, 29 ઘાયલ; બ્રેક ફેઇલ થવાને કારણે બસ પુલ સાથે અથડાઈ
post

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બસમાં સવાર મુસાફરો અલગ-અલગ દેશના હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:50:55

રિયાધ: સાઉદી અરેબિયામાં તીર્થયાત્રીઓને મક્કા લઇ જતી બસ એક પુલ સાથે અથડાઈ ગઇ. આ દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થયાં છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. બસ મુસાફરોને ઉમરાહ માટે મક્કા લઇ જઈ રહી હતી. ત્યાર પછી આસીર પ્રાંત પાસે બ્રેક ફેઈલ થવાને લીધે બસ પુલ સાથે અથડાઇને પલટી ગઈ હતી, જેને કારણે બસમાં આગ લાગી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બસમાં સવાર મુસાફરો અલગ-અલગ દેશના હતા. જોકે આ શ્રદ્ધાળુઓ કયા દેશના છે એની માહિતી જાહેર કરવામાં આવી નથી. દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ ડિફેન્સની ટીમ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુસાફરોને રમજાનમાં ફરીથી ઉમરાહની મંજૂરી નહીં મળે
બીજી બાજુ, 26 માર્ચે સાઉદી સરકારે ઉમરાહને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. સરકારે જાહેરાત કરી હતી કે રમજાન મહિનામાં કોઈપણ હાજી(હજ કરી લીધી હોય એ)ને ફરીથી ઉમરાહની મંજૂરી નહીં મળે. સરકારે આ નિર્ણય હજ કરવા જઇ રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને લીધો છે.

adv

Related News

post
post
post
post
post
post
post