• Home
  • News
  • નામિબિયાથી ભારત લવાયેલી એક માદા ચિત્તા ગર્ભવતી હોવાના સંકેત
post

અધિકારીઓનુ કહેવુ છે કે, આશા ગર્ભવતી હોવાના તમામ સંકેતો દેખાઈ રહ્યા છે. તેના શારીરિક અને હોર્મોનલ ફેરફાર તે ગર્ભવતી હોવાના સંકેત આપી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:12:49

નવી દિલ્હી: 70 વર્ષ બાદ દેશમાં 8 ચિત્તાઓને નામિબિયાથી લાવીને ફરી વસાવવાના પ્રોજેકટે દેશમાં ખાસી ઉત્સુકતા અને ચર્ચા જગાડી હતી. પીએમ મોદીના હસ્તે આ આઠ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. હવે આ ચિત્તાઓએ એક ગૂડ ન્યૂઝ આપ્યા છે.એવા અહેવાલ સામે આવ્યા છે કે, આઠ પૈકીની એક માદા ચિત્તા આશા ગર્ભવતી બની છે.

નામિબિયાથી લવાયેલા 8 ચીતામાં 3 માદા છે. જેમાં આશા પણ સામેલ છે. પીએમ મોદીએ જ તેનુ નામકરણ કર્યુ હતુ. આશાના ગર્ભવતી થવાથી હવે વન વિભાગના અધિકારીઓને આશા જાગી છે કે, ચિત્તાની વસતીમાં ઝડપથી વધારો થશે.

અધિકારીઓનુ કહેવુ છે કે, આશા ગર્ભવતી હોવાના તમામ સંકેતો દેખાઈ રહ્યા છે. તેના શારીરિક અને હોર્મોનલ ફેરફાર તે ગર્ભવતી હોવાના સંકેત આપી રહ્યા છે. જોકે તે ગર્ભવતી છે કે નહી તે ઓક્ટોબરના અંત સુધીમાં નિશ્ચિત થશે.

ચિત્તા કન્ઝર્વેશન ફંડના કાર્યકારી નિર્દેશક લોરી માર્કરનુ કહેવુ છે કે, જો આશાનુ મેટિંગ નામિબિયામાં જ થયુ હોય અને ભારતમાં આવ્યા બાદ તેનામાં આ લક્ષણ દેખાયા હોય તેવી શક્યતા છે. જો તે ગર્ભવતી હોય ત તેને પ્રાઈવસી અને શાંત માહોલની જરૂર પડશે. તેની આસપાસ પણ કોઈ હોવુ જોઈએ નહીં અને તેને તેના વાડામાં જ ખાવા પીવાની પૂરી વ્યવસ્થા આપવી પડશે.

આશાનો તણાવ ઓછો કરવા માટે શાંત જગ્યાની જરૂર પડશે. તેની સંભાળ રાખવા માટે શિક્ષણ પામેલા વન કર્મચારીઓની પણ આવશ્કયતા છે. જો આશા બચ્ચાને જન્મ આપશે તો ભારત માટે આ એક મોટી ગિફટ હશે.

જાણકારોનુ માનવુ છે કે, 55 દિવસમાં ખબર પડી જશે કે તે ખરેખર ગર્ભવતી છે કે નહીં. જ્યારે માદા ચિત્તા બચ્ચાને જન્મ આપે છે ત્યારે તે જોઈ શકતા નથી હોતા અને નિસહાય સ્થિતિમાં હોય છે. જન્મના એક બે દિવસ બાદ માતા પોતાના બચ્ચાને છોડીને શિકાર પર જતી હોય છે. આ સૌથી પડકારજનક સમય હોય છે. કારણકે તે વખતે બચ્ચા અસુરક્ષિત હોય છે.

માદા ચિત્તા બચ્ચાઓની દોઢ વર્ષ સુધી સંભાળ રાખે છે અને એ પછી બચ્ચાઓ માતાની પાછળ પાછળ જવાનુ શરૂ કરી દેતા હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post