• Home
  • News
  • GIDCમાં આવેલી જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી, ફાયર બ્રીગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ
post

વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 10:54:05

વડોદરા: વડોદરા જિલ્લાની વાઘોડીયા GIDCમાં આવેલી જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આજે વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.

વાઘોડીયા GIDCમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલા વાઘોડીયા અને વડોદરા ફાયર બ્રીગેડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે

 

adv

Related News

post
post
post
post
post
post
post