• Home
  • News
  • સુરતની આયુષ હોસ્પિટલમાં 5મા માળે આગ લાગતાં અફરાતફરી, કોરોનાના 12 ક્રિટિકલ દર્દીને તાત્કાલિક બીજે ખસેડાયા, કોઈ જાનહાનિ નહીં
post

સ્ટેશન પાસે પરમ ડોક્ટર હાઉસના 5મા માળે આગથી ભાગદોડ, આઇસીયુના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 11:17:08

લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં રાત્રે 11.30 કલાકે એસ.સીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 12 કોરોના દર્દીના રેસ્ક્યૂ કર્યા હતા. આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા.

બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો
આ દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. છ ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યાં હતાં. ફાયરે ઘટનાને કાબૂમાં લઈ કોરોનાની સારવાર લેતા 12 દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા. આગની ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. તમામ 12 દર્દીને સિવિલ અને સ્મિમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર ઓફિસર જગદીશ પટેલે કહ્યું હતું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. કોઇ ઇજા કે જાનહાનિ જોવા મળી નથી. હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. આઇસીયુ વોર્ડમાં 12 કોરોના દર્દી દાખલ હતા. જે તમામને રેસ્ક્યૂ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post