• Home
  • News
  • દેશના આ રાજ્યમાં વહે છે સોનાની નદી, નામ છે સુવર્ણરેખા નદી
post

ઝારખંડમાં સુવર્ણરેખા નદી જે વિસ્તારમાંથી નીકળે છે, ત્યાં લોકો સવારથી જ પહોંચી જાય છે અને રેતી ચાળીને સોનુ એકઠુ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-23 18:30:09

રાંચી: ભારતમાં કેટલીય નાની-મોટી નદીઓ છે, જે લોકોની જીવાદોરી છે. પરંતુ શુ તમે જાણો છો કે ભારતમાં એક એવી પણ નદી છે જ્યાંથી સોનુ નીકળે છે. નદીની આસપાસ રહેતા લોકો સોનુ નીકાળીને વેચે છે અને રૂપિયા કમાય છે. જોકે, નદીમાં સોનુ ક્યાંથી આવે છે, આની કોઈ જાણકારી નથી અને કેટલાક વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યુ છે પરંતુ સોનુ ક્યાંથી આવે છે હજુ પણ રહસ્ય છે. 

ઝારખંડમાં વહે છે આ નદી

સોનાની આ નદી ઝારખંડ રાજ્યમાં વહે છે અને આનુ નામ સુવર્ણરેખા નદી (Swarnrekha Nadi) છે. સોનુ મળવાના કારણે આ નદીને સુવર્ણરેખા નદી કહેવામાં આવે છે અને આ ઝારખંડ સિવાય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ વહે છે. આ નદીની શરૂઆત ઝારખંડની રાજધાની રાંચીમાંથી 16 કિલોમીટર દૂર છે અને સીધા બંગાળની ખાડીમાં પડે છે.

સવારથી સાંજ સુધી સોનુ કાઢે છે લોકો

ઝારખંડમાં સુવર્ણરેખા નદી જે વિસ્તારમાંથી નીકળે છે, ત્યાં લોકો સવારથી જ પહોંચી જાય છે અને રેતી ચાળીને સોનુ એકઠુ કરે છે. જેમાં કેટલીય પેઢીઓના લોકો સોનુ નીકાળતા આવતા રહ્યા છે અને રૂપિયા કમાય છે. એટલુ જ નહીં, નદીમાંથી સોનુ નીકાળવામાં પુરુષ અને મહિલાઓ સિવાય બાળકો પણ કામ કરે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post