• Home
  • News
  • અરુણાચલ, નેપાળથી લઈને પાકિસ્તાન સુધી 8ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે, ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે
post

રિસર્ચર સ્ટિવન જી વોસ્નોસ્કીએ કહ્યું કે હિમાલય ક્ષેત્ર પૂર્વમાં ભારતના અરુણાચલથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી ફેલાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 11:58:47

અરુણાચલ પ્રદેશથી લઇને પાકિસ્તાન સુધી 8ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. જોકે આ વિસ્તાર ગીચ વસતી ધરાવે છે એટલા માટે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે. આ ચેતવણી સિસ્મોલોજી રિસર્ચ લેટર્સ જર્નલમાં છપાયેલા સ્ટડીમાં અપાઈ હતી.

સ્ટડીમાં જિયોલોજિકલ, હિસ્ટોરિકલ અને જિયોફિજિકલ ડેટાની સમીક્ષા કરી ભવિષ્યવાણી કરાઈ છે. સ્ટડીમાં ખડકોની સપાટી અને માટીની તપાસ તથા રેડિયોકાર્બન વિશ્લેષણ વગેરેનો ઉપયોગ કરાયો હતો. આ વિશ્લેષણોના માધ્યમથી પ્રાગૈતિહાસિક કાળમાં આવેલા ભૂકંપોના ટાઈમિંગ અને તીવ્રતાનું અનુમાન લગાવીને ભવિષ્યમાં ભૂકંપના જોખમનું આકલન કરાયું હતું.

રિસર્ચર સ્ટિવન જી વોસ્નોસ્કીએ કહ્યું કે હિમાલય ક્ષેત્ર પૂર્વમાં ભારતના અરુણાચલથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી ફેલાયો છે. ભૂતકાળમાં આ મોટા ભૂકંપના ક્ષેત્ર રહ્યાં છે. ભારતના ચંદીગઢ અને દહેરાદૂન તથા નેપાળમાં કાઠમંડુ જેવાં મોટાં શહેર સીધા આ ભૂકંપની લપેટમાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post