• Home
  • News
  • બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે નવો પ્રાઈવસી કોડ; ગેમિંગ દરમિયાન અને સોશિયલ મીડિયા પર સાઇબર જોખમોથી બચાવાશે
post

હાલમાં જ 14 વર્ષની બાળકીએ ઓનલાઇન કન્ટેન્ટ જોવા માટે આત્મહત્યા કરી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:35:21

લંડનબ્રિટનમાં સોશિયલ મીડિયા સાઇટ્સ કે ઓનલાઇન ગેમ્સ રમનારાં બાળકોને સાઇબર બુલીઇંગ (જોખમો)થી બચાવવા માટે નવા નિયમ કે આચારસંહિતા જારી કરવામાં આવી છે. ડેટા પર નજર રાખવા માહિતીપંચની ઓફિસે બાળકોની સુરક્ષા અંગે તેને તૈયાર કરી છે. જેમાં 15 નિયમ બનાવવામાં આવ્યા છે. હાલમાં લંડનમાં 14 વર્ષની કિશોરી મોલી રસેલે ઓનલાઇન કન્ટેન્ટ જોઇને પોતાને નુકસાન પહોંચાડ્યું અને પછી આત્મહત્યા કરી લીધી. મામલા પછી વાલીઓની ચિંતા વધી ગઇ છે. મોલીના પિતા ઇયાન રસેલે ઓનલાઇન સુરક્ષા અંગે નવા નિયમોનું સ્વાગત કર્યું છે. માહિતી કમિશનર એલિઝાબેથ ડેનહેમે કહ્યું તે આવનારી પેઢીઓ એવું વિચારીને હેરાન થઇ જશે કે અમે ક્યારેય બાળકોની ઓનલાઇન સુરક્ષા કરી નહીં. નવા નિયમ પરિવર્તનકારક પુરવાર થશે. તેમણે કહ્યું કે બાળકોની સુરક્ષાનો કાયદો તો છે, પરંતુ 15 નિયમો બાળકોની સુરક્ષા વધારશે. નવા નિયમ સંસદની મંજૂરી પછી કાયદો બની જશે. પાંચ મુખ્ય નિયમ મુજબ છે...


બાળકોનું લોકેશન શેરિંગ બાય ડિફોલ્ટઓફમોડમાં હોય
બાળકોનું ધ્યાન: ઓનલાઇન સેવાઓ બાળકોને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરાશે.
સુરક્ષા: પ્રોડક્ટ સુધી પહોંચનારાં બાળકોના અધિકાર-જોખમની સમીક્ષા જરૂરી.
ઉંમરની જાણ: યુઝરની વયની ઓળખ માટે અસરકારક વ્યવસ્થા બનાવવી પડશે.
પારદર્શિતા: ઉત્પાદનોની પ્રાઈવસીની વિગતો સંક્ષિપ્ત, મુખ્ય અને સ્પષ્ટ ભાષામાં હોય.
ડિફોલ્ટ સેટિંગ્સ: તેમાં પ્રાઈવસી રખાય. લોકેશન શેરિંગનો વિકલ્પ ડિફોલ્ટ રીતે ઓફ રાખવાનું રહેશે.
સ્ટ્રીમિંગ, ઇન્ટરનેટ અને શિક્ષણ સાથે સંકળાયેલાં રમકડાં પણ નિયમ હેઠળ આવશે


કોડમાં કહેવાયું છે કે ઓનલાઇન સેવા આપનારી કંપનીઓ પાસેથી અપેક્ષા રખાય છે કે તે બાળકોની પ્રાઈવસની સુરક્ષા માટે તેનું પાલન કરે. જે ઇન્ટરનેટ, એપ્લિકેશન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઇ ગેમ, શૈક્ષણિક વેબસાઇટ્સ અને સ્ટ્રીમિંગ સેવા સાથે સંકળાયેલા છે.

adv

Related News

post
post
post
post
post
post
post