• Home
  • News
  • હૂતી સંગઠનનું A to Z:હૂતી વિદ્રોહીઓએ કેમ કર્યો UAEમાં હુમલો; ઈરાન સાથે શું છે કનેક્શન જાણો બધું જ
post

UAEના અબુધાબી એરપોર્ટ અને ઓઈલ ડેપો પર સોમવારે ત્રણ મોટા વિસ્ફોટ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-18 11:09:14

UAEના અબુધાબી એરપોર્ટ અને ઓઈલ ડેપો પર સોમવારે ત્રણ મોટા વિસ્ફોટ થયા. આ ઘટનામાં બે ભારતીય સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત છ જેટલાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી છે. આ સંગઠને UAEમાં હજુ હુમલા થશે તેવી ચેતવણી પણ આપી છે. ત્યારે કોણ છે કટ્ટરપંથી સંગઠન અને તેઓ મુસ્લિમ દેશ UAEને કેમ ટાર્ગેટ કરે છે તે જોઈએ....

કોણ છે હૂતી અને ક્યાંથી આવે છે?
આતંકી સંગઠન હૂતીનો જન્મ 1980ના દશકામાં યમનમાં થયો. આ યમનના ઉત્તરી ક્ષેત્રમાં શિયા મુસ્લિમોનું સૌથી મોટું આદિવાસી સંગઠન છે. હૂતી ઉત્તર યમનમાં સુન્ની મુસ્લિમના સલાફી વિચારધારાવાળા વિસ્તારમાં વિરોધ કરે છે. 2011 પહેલાં જ્યારે યમનમાં સુન્ની નેતા અબ્દુલ્લા સાલેહની સરકાર હતી ત્યારે શિયાઓ પણના અત્યાચારની અનેક ઘટના સામે આવી હતી. એવામાં શિયાઓમાં સુન્ની સમુદાયના સરમુખત્યારી નેતા વિરૂદ્ઘ ગુસ્સો ભભૂક્યો હતો. તેઓએ જોયું કે અબ્દુલ્લા સાલેહની આર્થિક નીતિઓને કારણે ઉત્તરી વિસ્તારમાં અસમાનતા વધી છે. તેઓ આ આર્થિક અસમાનતાથી નારાજ હતા.

સરકારી નીતિઓ વિરૂદ્ધ બન્યું હૂતીઓનું વિદ્રોહી સંગઠન
જર્મન વેબસાઈટ ડાયચે વેલેના રિપોર્ટ મુજબ, 2000ના દશકામાં વિદ્રોહી સેના બન્યાં પછી હૂતીઓએ 2004થી 2010 સુધી સાલેહની સેના સાથે છ વખત યુદ્ધ કર્યું. વર્ષ 2011માં આરબ દેશો (સાઉદી આરબ, UAE, બહરીન)ના હસ્તક્ષેપ પછી આ યુદ્ધ શાંત થયું. દેશમાં શાંતિ માટે વાતચીત ચાલી રહી હતી કે, સરમુખત્યાર નેતા સાલેહે દેશની જનતાના વિરોધ પ્રદર્શનોને કારણે પદ છોડી દીધું. આ દરમિયાન અબ્દરબ્બૂ મંસૂદ હાદી યમનના નવા રાષ્ટ્રપતિ બન્યા.

દેશની જનતાને હાદી પાસેથી સુધારો આવશે તેવી આશા હતી, પરંતુ દેશમાં જિહાદીઓના વધતા હુમલા, દક્ષિણી યમનમાં અલગતાવાદીના આંદોલન, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સેનાના પૂર્વ રાષ્ટ્રપતિ સાલેહને સમર્થન હાદી માટે પડકાર બની રહ્યાં. અંતે જ્યારે હૂતીઓને પોતાની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં મળે તેવું લાગવા લાગ્યું તો તેઓએ હાદીને પણ સત્તામાંથી ઉખેડી ફેંક્યા અને રાજધાની સનાને પોતાના કબજામાં લઈ લીધી.

યમનમાં શિયાઓ અને હુતીઓની તાકાત વધતા સાઉદી અને UAEમાં ગભરાટ
શિયા સમુદાયમાંથી આવતા હુતીઓની તાકાત વધતા સુન્ની બહુમતીવાળા સાઉદી આરબ અને UAEમાં ગભરાટ જોવા મળ્યો. તેઓએ અમેરિકા અને બ્રિટનની મદદથી હૂતીઓ વિરૂદ્ધ હવાઈ અને જમીની હુમલાઓ શરૂ કરી દીધા અને સત્તામાંથી બરતરફ થયેલા હાદીનું સમર્થન કર્યું. તેની અસર એ થઈ કે યમન હવે યુદ્ધનું મેદાન બની ગયું છે. અહીં સાઉદી આરબ, UAEની સેનાઓનો મુકાબલો હુતી વિદ્રોહી સામે છે.

હુતીઓને પ્રોત્સાહન આપવામાં ઈરાનનું નામ કેમ આગળ?
હુતી વિદ્રોહીઓને સીધું જ ઈરાનનું સમર્થન છે. ઈરાન પણ શિયા બહુમતીવાળો દેશ છે અને હુતી મુસ્લિમ પણ આ સમુદાયમાંથી આવે છે. આ કારણે ઈરાન હુતીઓને મદદ કરે છે તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. નિષ્ણાંતોનું માનવું છે કે હુતીઓ પાસે જે હથિયાર અન મિસાલઈ આવે છે તે મેડ ઈન ઈરાન જ હોય છે. એટલું જ નહીં ઈસ્લામિક જગતમાં રાજ કરવા માટે ઈરાન પહેલેથી જ સાઉદી આરબ અને UAE સાથેના સંબંધો વિવાદમાં છે. એવામાં ઈરાન માટે યમનને આરબ દેશોના પ્રભાવમાં આવવાથી રોકવાનો એક મોટો પડકાર છે. તેથી જ તેઓ હૂતી વિદ્રોહીઓનું સમર્થન કરીને યમનમાં સાઉદી આરબ અને UAEને રોકવાના સતત પ્રયાસો કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post