• Home
  • News
  • ભારતીય ટીમ સહિત ક્રિકેટ જગતના અનેક સિતારા થયા મોટેરાની સુંદરતા પર આફરીન, હાર્દિક અને પંતે ટ્વીટ કરીને જય શાહને અભિનંદન પાઠવ્યા
post

હાર્દિકે કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઉભું રહેવું એક અલગ જ અનુભવ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 17:08:26

ભારત અને ઇંગ્લેન્ડની ટીમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ માટે અમદાવાદ આવી ગઈ છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમની મુલાકાત લીધા બાદ ભારત અને ઇંગ્લેન્ડ બંનેની ટીમ સુંદરતા અને ફેસિલિટી પર આફરીન થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, કેવિન પીટરસન સહિત અનેક લોકોએ સ્ટેડિયમના વખાણ કરતાં ટ્વીટ કરી છે. તેમજ આ બદલ BCCI સેક્રેટરીને જય શાહને અભિનંદન પાઠવ્યા છે.

BCCIએ શેર કર્યો પ્લેયર્સના રિએક્શન વાળો વીડિયો
હાર્દિકે કહ્યું કે, ફેન્સ સ્ટેડિયમમાં આવે તે પછી કેવો માહોલ હોય તે અનુભવ કરવા માટે હવે અમે રાહ જોઈ શકીએ એમ નથી. જ્યારે ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, આ એક બહુ મોટું સ્ટેડિયમ છે. મોટેરા ખાતે પ્રથમવાર રમવા માટે બહુ ઉત્સુક છીએ. તો ઓપનર મયંક અગ્રવાલે કહ્યું કે, મોટેરામાં પ્રવેશ કરતાં જ સ્ટેન્ડ્સ જોવા, જે રીતે બન્યું છે તે જોવું, એ ફેન્ટાસ્ટિક ફીલિંગ છે. શુભમન ગિલે જિમના વખાણ કરતાં કહ્યું કે, આ બહુ મોટું અને સ્પેસવાળું જિમ છે. અહીંની ફેસિલિટી પણ બહુ સારી છે.

હાર્દિકે કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઉભું રહેવું એક અલગ જ અનુભવ છે. આ એકદમ મેગ્નિફિસિયન્ટ છે. તેણે આ લખીને જય શાહને ટેગ કર્યા. જ્યારે ઋષભ પંતે લખ્યું કે, અમદાવાદમાં ક્રિકેટ માટેની આવી વર્લ્ડ ક્લાસ ફેસિલિટી જોઈને સારું લાગ્યું. 24 તારીખે અહીં મેચ રમવા માટે ઉત્સુક છું.

તો બીજી તરફ, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વીડિયો શેર કરીને કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ફર્સ્ટ લુક. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા બહુ ઈમ્પ્રેસીવ લાગી. જ્યારે પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, આ સ્ટેડિયમ કેટલું અદ્ભૂત લાગી રહ્યું છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા છે. આ એક થિએટર ઓફ ડ્રિમ્સ છે!