• Home
  • News
  • આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' કમાણીની બાબતમાં KGF3ને પણ પછાડી શકે છે, જાણો કારણ....
post

'લાલ સિંહ ચઢ્ઢા' એ હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:10:33

મુંબઈ: આમિરખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે 11 ઓગષ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોક્સ ઓફિસ કલેક્શન મામલે આ ફિલ્મ KGF3ને પણ પછાડી શકે છે. આજે આપણે જાણીશું કે, અંતે આવા દાવાઓ કરવા પાછળનું તર્ક શું છે. આમિર ખાનની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન' ફ્લોપ રહી હતી, જેના પછી લોકોને લાલ સિંહ ચડ્ઢા પાસેથી ઘણી આશાઓ છે.

1. લાંબા સમય બાદ આવી રહી છે આમિરખાનની ફિલ્મ

ફિલ્મ હિટ થવા પાછળનું પહેલું અને મોટું કારણ એ છે કે, આમિર ખાને તેના ચાહકોને લાંબા સમય સુધી રાહ જોવડાવી છે. 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન' વર્ષ 2018માં રિલીઝ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આમિર ખાનની કોઈ ફિલ્મ નથી આવી. આવી સ્થિતિમાં શક્ય છે કે, આમિરને પોતાના ફેન બેસનો સપોર્ટ મળે. 

2. આમિર અને કરીનાની સુપરહીટ જોડી

આમિર ખાન અને કરીના કપૂર આ પહેલા ફિલ્મ '3 ઈડિયટ્સ'માં સાથે નજર આવી ચૂક્યા છે. આ જોડીને ચાહકોને પસંદ પડી હોવાનો પુરાવો ફિલ્મ 'તલાશ'ની રિલીઝ વખતે બીજી વખત જોવા મળ્યો. તેથી ફરી એકવાર ચાહકો આ જોડી પર પ્રેમ વરસાવે તેવી શક્યતા છે અને ટિકિટોનું જોરદાર વેચાણ થયું છે.

3. ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે 'લાલ સિંહ ચઢ્ઢા'

'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન' ફ્લોપ ગયા બાદ નવી કહાની અજમાવાને બદલે રીમેક કરવાનો ઓપ્શન પસંદ કર્યો હતો. 'લાલ સિંહ ચઢ્ઢા' એ હોલીવુડની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે જે ત્યાં ખૂબ ચાલી હતી. આ ઉપરાંત આ એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે જેના કારણે ટિકીટ વધારે વેચાઈ શકે છે. 

4. ફિલ્મની રિલીઝ ડેટ ઘણી ખાસ છે

આમિર ખાને ફિલ્મની રિલીઝ ડેટ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરી છે. ઘણા સમય સુધી પોસ્ટપોન કર્યા બાદ તેમણે આ ફિલ્મને 11 ઓગષ્ટના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે ફિલ્મને લાંબો વીકેન્ડ મળશે અને રજાના કારણે વધુને વધુ લોકો ફિલ્મની મજા માણવા થિયેટરોમાં પહોંચી શકશે.

5. ખાન ત્રિપૂટી લગાવશે પોતાનું પૂરુ જોર

જોકે, મેકર્સે આ વાતને હજૂ કન્ફર્મ નથી કરી પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન સાથે સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ કેટલીક સીક્વન્સ કરતા નજર આવી શકે છે. જો આવું બને તો ફેન બેસને ત્રણ ગણું ફોર્સ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post