• Home
  • News
  • પંજાબની સંગરૂર લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં CM માનની બેઠક પર AAPની હાર
post

ભગવંત માનના રાજીનામાના કારણે સંગરૂર લોકસભા બેઠક ખાલી પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 10:35:10

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામા બાદ ખાલી પડેલી સંગરૂર લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના ઉમેદવારને ભારે મોટો ઝાટકો વાગ્યો છે. સંગરૂર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમેલ સિંહની હાર થઈ છે. 

પંજાબની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરનજીત સિંહ માનને વિજય મળ્યો છે. સિમરનજીત સિંહે પોતાના સૌથી નજીકના પ્રતિદ્વંદી એવા આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહને 7,000 કરતાં પણ વધારે મતના અંતરથી હરાવ્યા છે. 

સિમરનજીત સિંહ માને ફેસબુક પોસ્ટના માધ્યમથી સંગરૂરની જનતાનો આભાર માન્યો હતો. શિરોમણિ અકાલી દળના સુખબીર સિંહ બાદલ તથા સુખબીર સિંહ ખૈરા સહિત અનેક નેતાઓએ સિમરનજીત સિંહ માનને આ જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. 

CM માનના રાજીનામા બાદ ખાલી પડી હતી બેઠક

ભગવંત માનના રાજીનામાના કારણે સંગરૂર લોકસભા બેઠક ખાલી પડી હતી. ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ સંસદની સદસ્યતામાંથી રાજીનામુ આપી દીધું હતું. ભગવંત માનના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર ગત તા. 23 જૂનના રોજ મતદાન યોજાયું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post