• Home
  • News
  • AAPએ ઝીરો બિલનો પુરાવો આપ્યો:પંજાબના મુખ્યમંત્રીએ 25 હજાર લોકોના ‘0’ બિલ ગુજરાતમાં રજૂ કર્યાં, બોલ્યા- અમે જે કહીએ તે કરીએ છીએ
post

પંજાબમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યાં, OPS લાગુ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:17:55

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ દિલ્લીમાં વીજળી ફ્રીનો વાયદો કર્યો હતો. પંજાબમાં પણ વીજળી ફ્રીનો વાયદો કર્યો હતો. ત્યારે વિરોધીઓ કહેતા હતા કે કઈ રીતે કરશો. પૈસા ક્યાંથી લાવશો? આજે હું પંજાબનાં 25000 વીજળીના બિલ લઈને આવ્યો છું. જેમાં બિલ ઝીરો આવ્યા છે. સમગ્ર પંજાબમાં 75 લાખ વીજળીનાં મીટર છે. 61 લાખ વીજળીનાં મીટરમાં બિલ ઝીરો આવ્યો છે. ડિસેમ્બરમાં 67 લાખ અને જાન્યુઆરીમાં 71 લાખ વીજળીના મીટર ઝીરો આવશે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને ગુજરાતમાં પણ કરીશું.

આપ સર્વેમાં નહીં, સરકારમાં આવે છે- ભગવંત માન
અમે તમને એકાઉન્ટમાં 15 લાખ નાખીશું એવું નથી કહેતા પરંતુ તમારા મહિને 30000 પહેલા મહિનાથી જ બચાવીશું. અરવિંદ કેજરીવાલ ફ્રીની રેવડી આપે છે, તો 15 લાખ શું હતું? 27 વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટે છે તેવી ચક્કીને બદલવા લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટીની કેટલી સીટો આવશે એવું કહેશો, પરંતુ આમ આદમી પાર્ટી સર્વેમાં નહીં, પરંતુ સરકારમાં આવે છે. અમે ભ્રષ્ટાચારનું લીકેજ બંધ કરી અને તે પૈસા વાપરીશું. પંજાબમાં 9000 એકર જમીન નેતાઓ અને તેમના માણસોએ પચાવી હતી જે છોડાવી છે.

ભાજપની B નહીં, અમે 130 કરોડની A ટીમ છીએ- આપ
એક મંત્રી કોંગ્રેસનો માણસ રૂ. 1 કરોડ આપવા આવ્યો હતો કે, મારું નામ કાઢો તો તેને જ વિજિલન્સે પકડ્યો અને ઘરમાં તપાસ કરી તો નોટ ગણવાના મશીન મળ્યાં હતાં. ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા કાઢી લોકો પાછળ વાપરીશું. આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપની બી ટીમ કહે છે, પરંતુ અમે 130 કરોડની A ટીમ છીએ. સ્કૂલો, રોડ અને શિક્ષણની વાત કરીએ છીએ. લોકો સામે એજન્ડા રાખો. અત્યારે સર્વે આવે છે જે ઘરમાં બેસીને બને છે.

પંજાબમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યાં, OPS લાગુ કરી
પંજાબમાં મોહલ્લા ક્લિનિક અમે બનાવ્યાં છે. અમે ગેરંટી આપી હતી કે, જૂની પેન્શન યોજના લાગુ કરીશું જેનું જાહેરનામું પણ કરી દીધું છે. ધારાસભ્યોના પેન્શનો પણ બંધ કર્યા જેનાથી કરોડો રૂપિયા બચ્યા જેનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે કહો ક્યાંથી રેવડી થઈ? ટેક્સના પૈસે કોલેજ, મોહલ્લા ક્લિનિક વગેરે બનાવીએ છીએ. મેડિકલ હબ અમે પંજાબને બનાવીશું. હું ગુજરાત પહેલીવાર આવ્યો હતો, કંઈક જોવા મળશે, ગુજરાત મોડલ જોવા મળશે. પરંતુ રોડમાં ખાડા નહીં પરંતુ ખાડામાં રોડ છે. હું અલગ અલગ જિલ્લાઓમાં લોકોને મળ્યો છું. ત્યાંના લોકોને મળ્યો અને પૂછ્યું કોણ ધારાસભ્ય છે, તો કહે ભાજપના છે પરંતુ જોવા આવ્યા નથી અને વોટ માગવા આવ્યા નથી એટલે તેઓ લોકો જોડે જોડાયેલા જ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post