• Home
  • News
  • મોદીની બાયોપિકમાં આરતી જોશી ઝળકી; બે જીવિત વ્યક્તિઓની બાયોપિકમાં કામ કરવાનો રેકોર્ડ બનાવ્યો
post

20 થી 22 હિન્દી ટીવી સીરીયલો, 7 થી 8 હિન્દી ફિલ્મો, 7થી 10 સાઉથ ફિલ્મો અને 40થી વધુ એડવર્ટાઈઝમેન્ટ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:06:16

ફિલ્મસ્ટાર આરતી જોશીએ ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, આપણી કલાનગરીની છાપ ભૂંસાય નહીં તે માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંજૂ બે જીવીત વ્યક્તિઓની બાયોપીકમાં કામ કરવાનો આરતી જોશીનો રેકોર્ડ છે. જો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની મામી અને યે હે મોહબતેમાં વિદ્યાર્થીઓને મારતી ખડૂસ ટીચરને જોઈ હોય તો તે છે મૂળ ભાવનગરની પડવા ગામની આરતી જોશી.

શહેરના અતિથિ બનવા દરમિયાન ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે,ભાવનગર એક કલાનગરી છે. પરંતુ હાલના સમયે તે કલાઓ ક્યાંક છુપાઈ ગઈ એવું લાગે છે. તે બહાર આવે તે જરૂરી છે. કલાકારો પ્રોત્સાહિત થાય અને સાહિત્ય, કલામાં આપણી જે છાપ કલાનગરીની છે તે ભૂલાય નહીં તેવી મારી ઇચ્છા છે.

પ્રાથમિક શિક્ષણ ભાવનગરના અંતરિયાળ ગામ પડવામાં ધોરણ 7 સુધી મેળવ્યું હતું. મુક્તાલક્ષ્મી સ્કૂલમાં ધોરણ 8 થી 12 નું શિક્ષણ મેળવીને એમ જે કોલેજ ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને અમદાવાદ ખાતે એમ.બી.એ કર્યું હતું. આ રીતે એક ટિપિકલ ગુજરાતી છોકરીમાંથી એક અભિનેત્રી બનીને ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. તેણીએ સંજુ અને પીએમ નરેન્દ્ર મોદી એમ બે બાયોપિકમાં કામ કરીને પોતાનું સ્થાન બોલિવૂડમાં મજબૂત બનાવેલું છે.

મુંબઈમાં સ્થિર થઈને માત્ર 6 વર્ષના સમયગાળા દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાં જે કામ કર્યું છે તેના વિશે વાત કરતાં જણાવ્યું કે, 20 થી 22 હિન્દી ટીવી સીરીયલો, 7 થી 8 હિન્દી ફિલ્મો, 7થી 10 સાઉથ ફિલ્મો અને 40થી વધુ એડવર્ટાઈઝમેન્ટ કરી છે. જય સંતોષી મા માં પોલીસ ઇન્સ્પેક્ટર અને હાલમાં સોની ટીવી પર ધડકનમાં મેડિકલ હોસ્પિટલની એચ આર અને કલર્સ પર પરનીતીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકાથી આરતી જોશીનું નામ જાણીતું બન્યું છે.

ભાવેણાના કલાકારોને લીડ કરીશ..
જીવનમાં આગામી લક્ષ્ય વિશે આરતીબેને જણાવ્યું કે, હવે ભાવેણાના કલાકારોને આગળ વધારવા માટે લીડરની ભૂમિકા ભજવવી છે. કોઈને ક્યારેય પણ બોલીવુડ ટેલિવુડ કે મોડલિંગની દુનિયામાં મારી જરૂરિયાત હોય તો હું તેમને મદદ કરવા સદા તત્પર રહીશ.

2017ની એડ હવા બદલોથી પ્રખ્યાતિ..
હવાના પ્રદૂષણને કારણે માનવજાતને કેટલું નુકસાન થશે તેના ઉપર આધારિત 2017માં એડ હવા બદલો કે જે ટાઈમ બોમ્બથી વિશ્વભરમાં પ્રચલિત થઈ છે અને પાકિસ્તાન જેવા દેશોએ તેના ઉપર રાષ્ટ્રીય ડિબેટ કરીને ધ્યાન આપ્યું છે તેનાથી જીવનમાં ભવિષ્યની માનવજાત માટે કંઈક કર્યાનો સંતોષ છે. આજથી પાંચ વર્ષ પહેલા કોરોના બીમારી વિશે પણ જાણકારી ન હતી ત્યારે આ વાત તેમણે વિશ્વ સમક્ષ મૂકી હતી અને તેનાથી આરતી જોશી વધુ પ્રખ્યાત બન્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post