• Home
  • News
  • ખેડા જિલ્લાના નડિયાદમાં ACBની કાર્યવાહી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી રૂપિયા 6,000ની લાંચ લેતા પકડાયા
post

ખેડા-જિલ્લાના-નડિયાદમાં-ACBની-કાર્યવાહી,-મદદનીશ-સમાજ-કલ્યાણ-અધિકારી-રૂપિયા-6,000ની-લાંચ-લેતા-પકડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 10:54:26

ખેડા: ગુજરાત એસીબીને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવતા આજે વધુ એક સફળતા મળી છે, ખેડા જિલ્લાના નડિયાદમાં એસીબીએ કાર્યવાહી કરીને સરકારી અધિકારી જસવંત લાલાભાઇ પરમારને રૂપિયા 6,000ની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, તેઓ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ક્લાસ-3ની જગ્યાએ નોકરી કરતા હતા, નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, સરદાર ભવનમાં જ તેમને લાંચની રકમ સ્વીકારી હતી, એસીબીની ટીમે તેમને ત્યાં જ લાંચની રકમ સાથે પકડી લીધા હતા. 

લાંચ લેવા ફરિયાદીની હેરાનગતિ

જસવંત લાલાભાઇ પરમાર સામે ફરિયાદ કરનાર નાગરિકની સંતરામ મંદિર રોડ પર પ્રીતિ કોમ્પલેક્ષમાં સ્થાવર મિલકત છે, તે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, નડીયાદને વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ માટે ભાડેથી આપેલી છે, તેનું મહિને રૂપિયા 36,940 રૂપિયા ભાડું નક્કિ કરાયું છે, દર મહિને ફરિયાદીના બેંક એકાઉન્ટમાં ભાડાની રકમ જમા થતી હતી, પરંતુ ફેબ્રુઆરી 2019થી તેમને ભાડું મળવાનું બંધ થઇ ગયું હતુ, જેથી તેમને ઓફિસમાં રજૂઆત કરતા અધિકારીઓએ ગ્રાન્ટ ન મળતી હોવાની ખોટી વાત કરીને તેમને હેરાન કર્યા હતા, અધિકારી જસવંત પરમારે તેમને બોલાવીને કહ્યું હતુ કે તમે સમયસર વ્યવહાર નથી કરતા માટે તમારે હેરાન થવું પડે છે, ભ્રષ્ટ અધિકારીએ 1 બિલના 1000 રૂપિયા એમ 6 બિલના 6000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેથી ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, ખેડા એસીબી પીઆઇ એમ.એફ.ચૌધરી અને ટીમ સુવરવિઝન અધિકારી, કે.બી. ચુડાસમાં, નિયામક, અમદાવાદ એસીબીએ સંપૂર્ણ ઓપરેશન પાર પાડીને ભ્રષ્ટ અધિકારીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


adv

Related News

post
post
post
post
post
post
post