• Home
  • News
  • એક્શન કરવી ભારે પડી:ફાઇટ સીન દરમિયાન શિલ્પા શેટ્ટીનો પગ ભાંગ્યો, દોઢ મહિનાનો ખાટલો આવ્યો
post

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીની 'હંગામા 2'માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:27:29

રોહિત શેટ્ટી વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ રોહિત શેટ્ટીએ સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી તથા નિકીતન ધીરના એક્શન સીન્સ શૂટ કર્યા હતા. જોકે, શિલ્પા શેટ્ટીને એક્શન કરવી ભારે પડી હતી. તેને ડાબા પગ ભાંગી ગયો હતો.

શિલ્પાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ હોસ્પિટલમાં વ્હીલચેર પર બેઠેલી હોય છે અને તેની સાથે મેડિકલ સ્ટાફ હોય છે. આ તસવીર શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'તેઓ કહેતા, રોલ કેમેરા એક્શન, બ્રેક અ લેગ. મેં આ શબ્દને ગંભીરતાથી લીધો. છ અઠવાડિયા સુધી એક્શન કરી શકીશ નહીં, પરંતુ વધુ સ્ટ્રોંગ બનીને પરત ફરીશ. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. પ્રાર્થના હંમેશાં ફળે છે.' શિલ્પા શેટ્ટીએ હાલમાં જ વેબ સિરીઝનું શૂટિંગનો બીહાઇન્ડ ધ સીન વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી ધમાકેદાર શૂટિંગ કરતી જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીનું કમબેક
વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીની 'હંગામા 2'માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ 'નિકમ્મા' 17 જૂને રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ઉપરાંત શિલ્પા વિવિધ ટીવી શોમાં જોવા મળતી હોય છે.

બર્થડે પર વેનિટી વેન ખરીદી
શિલ્પાએ બર્થડે પર પોતાને વેનિટી વેન ગિફ્ટ કરી હતી. શિલ્પાની વેનિટી વેનમાં કિચન, યોગા ડેક પણ છે. એક્ટ્રેસ માટે ફિટનેસ સૌથી મહત્ત્વની બાબત છે. શિલ્પા જ્યારે પણ બહાર હોય તો તે વેનિટી વેનમાં આરામથી યોગ કરી શકે છે. શિલ્પા શેટ્ટીની વેનિટી વેનમાં ડ્રેસિંગ ટેબલ, લૉન્જ એરિયા પણ છે.

આ સિરીઝના લૉન્ચિંગ સમયે રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે આપણે હંમેશાં હોલિવૂડ ને પશ્ચિમના શો જોતા આવ્યા છીએ, પરંતુ તે ઇન્ડિયન શો બનાવવા માગે છે. તે હંમેશાં ઈચ્છતો કે ભારતમાં જન્મેલી કોઈ વ્યક્તિ બિગ ઇન્ટરનેશનલ શો બનાવે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે તે હંમેશાં રોહિત શેટ્ટી સાથે કામ કરવા ઉત્સુક હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post