• Home
  • News
  • એક્ટરે લેડી લવ આલિયા ભટ્ટને 'ફટાકડી' કહી, શું છે કારણ?
post

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર તથા આલિયા પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-01 13:01:33

મુંબઈ: બોલિવૂડની લોકપ્રિય જોડી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ અવાર-નવાર સાથે જોવા મળે છે. હાલમાં તો બંને સાથે રહીને નવું વર્ષ સેલિબ્રેટ કરે છે. થોડાં સમય પહેલાં બંને એક શોમાં સાથે જોવા મળ્યા હતા અને અહીંયા બંનેએ એકબીજાના ભરપૂર વખાણ કર્યા હતા.

શો દરમિયાન આલિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે રણબીર કપૂર પાસે કયો સુપરપાવર રહેલો છે? જવાબમાં આલિયાએ કહ્યું હતું કે રણબીરનો શાંત સ્વભાવ તેનો સુપરપાવર છે. તે જ્યારે પણ ગુસ્સામાં હોય ત્યારે રણબીર તેને શાંત રહેવાનું કહે છે. રણબીર તોફાનમાં પણ શાંતમાં રહે તેમ છે. આ જ તેનો સુપરપાવર છે.

રણબીર કપૂરે આલિયા ભટ્ટ અંગે કહ્યું હતું કે તે પર્યાવરણ સાથે સાનુકૂલન ધરાવતી ફટાકડી છે. રણબીરે આલિયા અંગે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ આલિયા કોઈની આસપાસ હોય ત્યારે તેણે શાંત રહેવું જ પડે છે, કારણ કે તે બહુ જલ્દી નારાજ થઈ જાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર તથા આલિયા પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા તથા નાગાર્જુન છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે. આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'રાની ઔર રોકી કી પ્રેમકહાની' તથા 'RRR'માં જોવા મળશે. રણબીર કપૂર 'શમશેરા' તથા 'એનિમલ'માં કામ કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post