• Home
  • News
  • કુનાલ ખેમુ સાથે ડ્રાઇવરે ગેરવર્તન કર્યું અને ગંદી ગાળો આપી, એક્ટરે મુંબઈ પોલીસને ફરિયાદ કરી
post

મુંબઈ પોલીસને આ અંગે એક્શન લેવાની માગણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 12:14:19

મુંબઈ: બોલિવૂડ એક્ટર કુનાલ ખેમુ અને સોહા અલી ખાને સો.મીડિયામાં રવિવાર, 6 માર્ચના રોજ રફ ડ્રાઇવિંગ કરનારા અંગે પોસ્ટ શૅર કરી હતી. કુનાલે મુંબઈ પોલીસને ફરિયાદ કરીને કહ્યું હતું કે એક વ્યક્તિએ માત્ર તેમનું જીવન જ જોખમમાં નહોતું મૂક્યું, પણ તેમને ગંદી ગાળો બોલી હતી. મુંબઈ પોલીસને આ અંગે એક્શન લેવાની માગણી કરી હતી.

શું કહ્યું કુનાલે?
સો.મીડિયામાં કુનાલે કહ્યું હતું, 'આજે સવારે નવ વાગે મારી પત્ની, દીકરી તથા પડોશીના બે બાળકો સાથે નાસ્તો કરવા માટે જુહૂ જતો હતો. આ દરમિયાન આ કાર ડ્રાઇવર બેદરકારીથી કાર ચલાવતો હતો. આ વ્યક્તિએ હોર્ન વગાડ્યા વગર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં આ ડ્રાઇવરે અચાનર મારી કારની સામે બ્રેક મારી હતી. આ બેદરકાર ડ્રાઇવરે માત્ર પોતાની સેફ્ટી સાથે જ રમત નથી રમી, પરંતુ મારી કારમાં બેઠેલાં તમામના જીવને જોખમમાં મૂક્યું હતું. આ વ્યક્તિને કારણે મેં બહુ જ મુશ્કેલથી કારની ટક્કર ના થાય તેનો પ્રયાસ કર્યો અને બ્રેક મારી. આ ઘણું જ દુઃખદાયક હતું, કારણ કે મારી કારમાં તે સમયે બાળકો હતા.'

કુનાલે વધુમાં કહ્યું હતું, 'પછી તે વ્યક્તિ તેની કારમાંથી નીચે આવ્યો અને મહિલા-બાળકોની સામે ગંદી ગાળો આપવા લાગ્યો. મેં આ બધું રેકોર્ડ કરવા માટે ફોન કાઢ્યો, પરંતુ તે ત્યાંથી ભાગી ગયો. હું મુંબઈ પોલીસને આ અંગે એક્શન લેવાની અપીલ કરું છું.'

કુનાલ ખેમુની પોસ્ટ પર મુંબઈ પોલીસે સો.મીડિયામાં રિએક્ટ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે આ કેસ અંગે સાંતાક્રૂઝ ટ્રાફિક પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post