• Home
  • News
  • એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે કહ્યું, ‘ફેમિલી ઇચ્છતી હતી હું ડેન્ટિસ્ટ બનું, ઘણીવાર ચાલુ લોકલ ટ્રેનમાંથી કૂદી આત્મહત્યાના વિચાર આવતા’
post

17 વર્ષની ઉંમરથી એક્ટ્રેસ તેની ફેમિલીથી દૂર મુંબઈમાં રહેતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 12:56:37

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પોતાના સ્ટ્રગલ દિવસો કહીને સૌ કોઈને ચોંકાવી દીધા. લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું, મને આત્મહત્યાના વિચારો આવતા હતા. મારા પેરેન્ટ્સને મને ડેન્ટિસ્ટ બનાવવી હતી, પરંતુ મારે ક્રાઈમ જર્નલિઝમ કરવું હતું, જેથી હું ટીવી પર આવી શકું. આ માટે પેરેન્ટ્સને મહામહેનતે મનાવ્યા હતા.

ટ્રેન નીચે કૂદવાના વિચાર આવતા
મૃણાલે કહ્યું, ‘મારી પણ ઘણી બધી જવાબદારી હતી. તે સમયે હું વિચારતી હતી કે, જો હું મારું બેસ્ટ નહીં આપી શકું તો મારે પહોંચવું છે ત્યાં ક્યારેય નહીં પહોંચી શકું. મને લાગતું હતું કે મારા લગ્ન 23 વર્ષે થઈ જશે અને પછી બાળકો આવી જશે. આ જ વસ્તુ મારે જોઈતી નહોતી. હું કઈક અલગ કરવા માગતી હતી.

ટ્રેનના દરવાજા પર જીવન ટૂંકાવાના વિચાર આવતા હતા
હું ઓડિશન આપતી હતી ત્યારે ઘણીવાર મને લાગતું હતું કે હું આને લાયક જ નથી. ત્યારે હું લોકલ ટ્રેનથી ટ્રાવેલ કરતી હતી. હું દરવાજા પર ઊભી રહેતી હતી. મને ઘણીવાર ચાલુ ટ્રેનમાંથી કૂદી જવાના વિચારો આવતા હતા.

પોતાના પર જ ડાઉટ થતો હતો
મૃણાલે આ વિશે વધુમાં કહ્યું, ‘પત્રકારત્વ એ કોઈ સરળ વિષય નથી. તમને ભલે બહારથી સારો લાગે પણ આ ફિલ્ડમાં ઘણી મહેનત કરવી પડે છે. હું ક્રિએટિવ પર્સન છું. હું સ્ક્રિપ્ટ ના લખી શકું. મને વાંચવું ગમતું નહોતું. આથી મને મારા પર ડાઉટ થતો ગયો.

હું મારી ફેમિલીથી દૂર થતી હતી. 17 વર્ષની હતી ત્યારથી મુંબઈમાં એકલી રહેતી હતી. મારે દરેક વસ્તુનો હિસાબ રાખવો પડતો હતો. મારા પિતા બેન્કર છે તો હું 500 રૂપિયા ઉપાડતી તો પણ તેમને ખબર પડી જતી હતી. એક મહિના પહેલાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. ધમાકાઅને તૂફાનજેવી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ હવે શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021માં રિલીઝ થવાની હતી પણ દેશમાં વધતા કોરોનાના કેસને કારણે મેકર્સે તેની રિલીઝ ના કરી.

adv

Related News

post
post
post
post
post
post
post