• Home
  • News
  • એક્ટ્રેસનું મેટરનિટી ફોટોશૂટ:'રામાયણ' ફૅમ દેબિના બેનર્જી સિલ્વર આઉટફિટમાં આકર્ષક લાગી, બેબી બમ્પ ફ્લૉન્ટ કર્યો
post

દેબિનાએ આ વર્ષે ત્રણ એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:04:52

ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી ટૂંક સમયમાં બીજા બાળકને જન્મ આપશે. હાલમાં જ એક્ટ્રેસે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે ગ્લેમરસ ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી.

બૉડીકૉન ડ્રેસ પહેર્યો હતો
દેબિનાએ સિલ્વર રંગનો બૉડીકૉન ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સો.મીડિયામાં દેબિનાનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો. યુઝર્સે દેબિનાના વખાણ કર્યાં હતાં.

 

પ્રેગ્નન્સીમાં પણ વર્કઆઉટ કરે છે
દેબિના પ્રેગ્નન્સીમાં પોતાનું પૂરું ધ્યાન રાખી રહી છે. દેબિનાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ વર્કઆઉટ કરવાનું બંધ કર્યું નથી. દેબિના સો.મીડિયામાં વર્કઆઉટના વીડિયો શૅર કરતી રહેતી હોય છે.

હાલમાં જ સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી
સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કેટલાંક નિર્ણયો પહેલેથી જ નક્કી હોય છે અને કોઈ પણ તેને બદલી શકતા નથી. આ સાચે જ એક આશીર્વાદ છે. અમને સંપૂર્ણ કરવા માટે કોઈ આવવાનું છે.' તેમણે હેશટૅગમાં બેબી નંબર 2 લખ્યું છે.

3 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો
દેબિનાએ આ વર્ષે ત્રણ એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. દેબીનાને પ્રેગ્નન્સી માટે ઘણાં જ કોમ્પલિકેશન્સ થયા હતા. તેણે 2 વાર IVF (ઇન વિટ્રો ફર્ટીલાઇઝેશન) તથા ત્રણ વાર IUI (ઇન્ટ્રયૂટરિન ઇન્સેમિનેશન) સારવાર કરાવી હતી. દેબિનાએ અનેક થેરપી પણ લીધી હતી. લગ્નના 11 વર્ષ બાદ દેબિનાને માતા બનવાનું સુખ મળ્યું હતું.

'રામાયણ' શોથી બંને લોકપ્રિય થયા
ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો 'રામાયણ'માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' અને 'પતિ, પત્ની ઔર વો' શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને 'શુભો બિજોયા' નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ સંતોષી મામાં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયનજેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ધ વાઇફ'માં જોવા મળ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post