• Home
  • News
  • અભિનેત્રી શર્લિન ચોપરાનો સનસનીખેજ દાવો- IPLની પાર્ટીમાં કેટલાક અભિનેતાઓ અને ક્રિકેટરની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છે
post

ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાની 4 કલાક પૂછપરછ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 09:41:10

સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ એંગલની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ કેસના તાર બોલિવૂડ પછી હવે ટીવી ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટજગત સુધી સંકળાયેલા હોવાનું મનાય છે. અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટીવી ચેનલ પર સનસનીખેજ દાવો કરતાં કહ્યું છે કે બોલિવૂડની આઈપીએલની પાર્ટીમાં કેટલાક અભિનેતાઓ અને ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સુશાંત કેસની તપાસ હવે ક્રિકેટજગત સુધી લંબાઈ શકે છે.

આ દરમિયાન એનસીબીએ ગુરુવારે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદને પણ શુક્રવારે હાજર થવા ફરમાન કર્યું હતું. બીજી તરફ, એનસીબીના અધિકારીઓએ ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની ગુરુવારે ચાર કલાકથી પણ વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, જ્યારે શ્રુતિ મોદીને પણ ત્રીજી વાર સવાલ કરાયા હતા. બીજી તરફ, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન ગોવાથી મુંબઈ પરત ફરી છે. આ બંનેની સાથે શ્રદ્ધા કપૂર અને રકુલપ્રિત સિંહની પણ એનસીબી પૂછપરછ કરશે. દીપિકાએ શનિવારે એનસીબી સમક્ષ હાજર થવાનું છે. જોકે તેના પતિ, જાણીતા અભિનેતા રણવીર સિંહે કોર્ટમાં અરજી કરી છે કે દીપિકાને એકલા એનસીબી સમક્ષ હાજર થતાં ડર લાગતો હોવાથી તેને પણ દીપિકાની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. તેની આ અરજી મામલે કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર રહેશે.

ક્રિકેટરો-સુપરસ્ટાર્સની પત્નીઓ વૉશરૂમમાં કોકેઇન લેતી હતી: શર્લિન ચોપરા
અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે એકવાર હું પણ કોલકાતામાં આઈપીએલ ટૂર્નામેન્ટમાં કેકેઆરની મેચ જોવા ગઈ હતી. એ મેચની આફ્ટર પાર્ટીમાં હું પણ હતી. ત્યાં મેં બહુ જ ડાન્સ કર્યો હતો, જેથી થાકીને ફ્રેશન થવા વૉશરૂમમાં ગઈ. ત્યાં મેં જે દૃશ્ય જોયું, એ જોઈને હું દંગ થઈ ગઈ હતી. વૉશરૂમમાં આપણા ક્રિકેટરો અને સુપરસ્ટારની પત્ની કોકેઈનનું સેવન કરી રહ્યાં હતાં. તેઓ મને જોઈને હસી અને હું પણ તેમને સ્માઈલ આપીને ત્યાંથી જતી રહી.

ભૂખ ઘટાડવા અનેક સ્ટાર્સ વીડ-હેશ લે છે: રાખી સાવંતનો દાવો
અભિનેત્રી રાખી સાવંતે ભાસ્કરને જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓ સ્લીમ રહેવા અને ભૂખ ના લાગે એ માટે ડ્રગ્સ લે છે. મોટા ભાગના કલાકારો વીડ લે છે, જેથી ભૂખ ઘટાડી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post