પૂર્ણા નદી ભયજનક સપાટી 23ને વટાવી 29 ફૂટે વહેતા 30% શહેર જળમગ્ન
નવસારી: નવસારીના ઉપરવાસમાં એટલે કે નવસારીના પૂર્વ વિસ્તારમાં
આવેલા સુરત જિલ્લાના મહુવા અને વાલોડ તાલુકામાં 6 ઇંચ ઉપરાંત જે આ
પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન છે એવા ડાંગ જિલ્લા સહિત નવસારીમાં 5 ઇંચ જેટલો વરસાદ
ગત મધ્યરાત્રીથી સવાર સુધી વરસાદ પડતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્ણા નદીમાં સવારથી જ પૂરના પાણી પૂરુપાટ ઝડપે ધસી આવ્યા હતા.નદીને કાંઠે આવેલા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ પોતાનો સામાન ભેગો કરી સ્થળાંતર કરવાની
ફરજ પડી હતી. વહીવટી તંત્ર એ પણ લોકોને તાત્કાલિક ધોરણે પોતાનું સ્થળ છોડી
સ્થળાંતર વાળી જગ્યાએ પહોંચવા સ્પીકર ઉપર એનાઉન્સ કરીને તાકીદ કરી હતી. પૂર્ણા નદી
ગણતરીના કલાકોમાં જ તેની ભયજનક સપાટી 23 ફૂટ ને વટાવી 29 ફૂટ પહોંચી ગઈ હતી. જેથી શહેરમાં 30 ટકા વિસ્તારમાં
પૂરના પાણી ફરી વળ્યા હતા. શહેરના લગભગ 50 હજારથી વધુ લોકોને અસર થઈ હતી.