• Home
  • News
  • રાકેશ બાપટ સાથેના બ્રેકઅપ બાદ હવે શમિતા શેટ્ટી એક્ટર આમિર સાથે જોવા મળી
post

ટીવી એક્ટર આમિર અલીએ 2012માં ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ સાથે લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 18:14:00

મુંબઈ: શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી ફરી એકવાર ચર્ચામાં છે. શમિતા અવાર-નવાર બોલિવૂડ પાર્ટીમાં જોવા મળતી હોય છે. જોકે, આ વખતે શમિતા ટીવી એક્ટર આમિર અલીને કારણે ચર્ચામાં છે. આમિર અલીએ શમિતાને ગુડબાય કિસ પણ કરી હતી.

શું બન્યું?
શમિતા શેટ્ટી પાર્ટીમાંથી બહાર આવે છે અને અચાનક આમિ અલી તેને પકડી લે છે. આમિર એક્ટ્રેસને મીડિયાથી બચાવીને કાર સુધી મૂકવા જાય છે. આટલું જ નહીં શમિતાને ગુડબાય કિસ પણ કરે છે. એક્ટ્રસ પણ આમિર અલીને આ રીતે જોઈને થોડી ડરી જાય છે, પરંતુ તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. શમિતા ને આમિર અલીનો આ વીડિયો વાઇરલ થયો છે. શમિતા આશીષ ચૌધરીની વેડિંગ એનિવર્સરીમાં આવી હોય છે.

ચાહકોએ શું કહ્યું?
શમિતા શેટ્ટીની સાથે આમિર અલીનું વર્તન સો.મીડિયા યુઝર્સને થોડું વિચિત્ર લાગ્યું હતું. એક યુઝરે કહ્યું હતું, આ કેટલા દિવસ સુધી ટકશે? એક મહિનો? અન્ય એકે કમેન્ટ કરી હતી કે શું શમિતા આને ડેટ કરે છે, આંટી સુધરશે નહીં.

શમિતાની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે
શમિતાની ફિલ્મ 'ધ ટેનેટ'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શમિતા 'બિગ બોસ'માં જોવા મળી હતી. અહીંયા તેના સંબંધો રાકેશ બાપટ સાથે બંધાયા હતા.

રાકેશ-શમિતાના સંબંધો આ કારણે તૂટ્યા
સૂત્રોના મતે, શમિતા ઈચ્છે હતી કે રાકેશ મુંબઈ શિફ્ટ થાય. ઉલ્લેખનીય છે કે રાકેશ પત્ની રિદ્ધિ ડોગરાને ડિવોર્સ આપ્યા બાદ પુનામાં શિફ્ટ થઈ ગયો છે. શમિતાને લાગતું હતું કે રિલેશનશિપમાં આ યોગ્ય નથી. આ મુદ્દે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થયા હતા.

કોણ છે આમિર અલી?
ટીવી એક્ટર આમિર અલીએ 2012માં ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2021માં ડિવોર્સ લીધા હતા. આમિર-સંજીદા સરોગસીની મદદથી દીકરી આયરાના પેરેન્ટ્સ બન્યા હતા. સંજીદા તથા આમિર 2007માં 'નચ બલિયે 3'માં સાથે જોવા મળ્યા હતા. આ શોમાં તેઓ વિનર રહ્યા હતા. ફાઇનલમાં તેમણે કાશ્મીરા શાહ-કૃષ્ણા અભિષેક, રાખી સાવંત-અભિષેક અવસ્થીને હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજીદાનો પરિવાર મૂળ અમદાવાદનો છે અને એક્ટ્રેસનો જન્મ કુવૈતમાં થયો છે. સંજીદાએ 'ક્યા હોગા નિમ્મો કા'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post