• Home
  • News
  • મુંબઈ પોલીસે સલમાનખાન બાદ હવે મહાનાયક અમિતાભની સુરક્ષા પણ વધારી
post

ગઈકાલે જ એવા મીડિયા રિપોર્ટ સામે આવ્યા હતા કે, સલમાન ખાનની પણ સુરક્ષા વધારીને તેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 18:59:27

નવી દિલ્હી: બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાન બાદ હવે મહાનાયક બીગ બીની સુરક્ષા પણ મુંબઈ પોલીસે વધારી દીધી છે.સૂત્રોના કહેવા પ્રમાણે હવે અમિતાભ બચ્ચનને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ પહેલા મુંબઈ પોલીસ દ્વારા અમિતાભ બચન્ને સાધારણ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. જોકે મોટા બોલીવૂડ સ્ટાર્સને હંમેશા જોખમ રહેતુ હોવાથી હવે અમિતાભની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ગઈકાલે જ એવા મીડિયા રિપોર્ટ સામે આવ્યા હતા કે, સલમાન ખાનની પણ સુરક્ષા વધારીને તેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ પહેલા સલમાનને ગન માટે પણ લાઈસન્સ આપવામાં આવ્યુ હતુ.કોઈ પણ વ્યક્તિને સિક્યુરિટી આપતા પહેલા જે તે રાજ્યના ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા રિપોર્ટ બનાવવામાં આવે છે. આઈબી દ્વારા આ વ્યક્તિને કેટલો ખતરો છે તેનુ મુલ્યાંકન કરાતુ હોય છે. જેના આધારે સિક્યુરિટી નક્કી કરાય છે. બોલીવૂડમાં અક્ષય કુમારને પણ મહારાષ્ટ્ર સરકારે એક્સ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post