• Home
  • News
  • હવે કોલેજોનો વારો:ફી ઘટાડામાં સ્કૂલ સંચાલકો માંડ માન્યા તો હવે કોલેજ સંચાલકો ફી ના મામલે અડોડાઈ કરી રહ્યા છે, શિક્ષણ વિભાગને ગાંઠતા જ નથી
post

ફી કમિટી દ્વારા કોલેજ સંચાલકો સાથે બેઠકો કરી તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને આપશે,પણ ખાનગી કોલેજોવાળા તો ફી ઘટાડવા હજુ તૈયાર નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 12:37:53

કોરોનાના કારણે શાળા-કોલેજો બંધ છે, ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે શાળા-કોલેજોની ફી ઘટાડવાનો મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો, જેમાં શાળાઓમાં તો 25 ટકા ફી ઘટાડાનો નિર્ણય રાજ્ય સરકારે લીધા બાદ હવે કોલેજો ફી ના મુદ્દે અડોડાઈ કરવા લાગતા શિક્ષણ વિભાગ ફરી અસમંજસની સ્થિતિમાં છે, અને કોલેજોની ફી ઘટાડવા માટે મથામણ કરી રહી છે.હાઈકોર્ટની સૂચનાથી સરકારે કોલેજોની ફી કમિટીને સંચાલકો સાથે બેઠક કરી તેમનો અભિપ્રાય લેવાની કામગીરી તો સોંપી દીધી પરંતુ કોલેજો સંચાલકો ફી ઘટાડા માટેની દરખાસ્ત સ્વીકારતી નથી, ત્યારે હવે કોલેજોના સંચાલકો પણ સરકારને ગાંઠતા નથી.

ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી
ગુજરાતમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓ અને અન્ય વોકેશનલ કોલેજોમાં ફી ઘટાડાને લઈને હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટે સરકારને સંચાલકોને પણ સાંભળવા સૂચના આપી છે. જેના પગલે સરકારે ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી. ફી કમિટીએ તમામ કોલેજ સંચાલક મંડળો તથા યુનિ.ઓના મેનેજમેન્ટને સાંભળ્યા બાદ હવે થોડા જ દિવસમાં ફી કમિટી સરકારને રિપોર્ટ આપશે.

વાલીઓ પણ ફી ઘટાડાના નિર્ણય રાહ જોઈને બેઠા છે
એક બાજુ સ્કૂલોમાં 25 ટકા ફી ઘટ્યા બાદ કોલેજોમાં પણ ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે, ત્યારે સરકારે હવે આ મુદ્દે પણ નિર્ણય કરવો પડે તેમ છે.પરંતુ સ્કૂલ સંચાલકોને જેમ કોલેજ સંચાલકો પણ આડા ફાટયા છે. બીજીબાજુ નવેમ્બરમાં રેગ્યુલર કોલેજો શરૂ થાય ત્યારે નવી ફી ભરવાની થતા વાલીઓ પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફી ઘટાડાનો નિર્ણય આવશે.

સરકાર તરફથી અગાઉ ફી ઘટાડાનો પ્રસ્તાવ મુક્યો હતો
આ ઉપરાંત ટેકનિકલ કોલેજ સંચાલક મંડળ પણ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં પક્ષકાર તરીકે જોડાયા છે. ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓના સંચાલકો ફી ઘટાડાવા તૈયાર નથી. સરકાર તરફથી અગાઉ ફી કમિટીએ સંચાલક મંડળો સમક્ષ ફી ઘટાડાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ખર્ચાઓ અને અગાઉ ન થયેલ ફી વધારા સહિતની બાબતોને ધ્યાનમા રાખતા હવે ફી ઘટાડો ન કરી શકવાનું સચાલકોનું વલણ છે.

યુનિવર્સિટીઓ ફી ઘટાડવા તૈયાર નથી
જોકે ઘણી કોલેજો તો વિદ્યાર્થીઓ જ ન મળતા પહેલેથી બંધ કરવી પડી તેવી સ્થિતિમાં છે, ત્યારે ફી ઘટાડો થાય તો દૂરની વાત છે. જ્યારે મોટી ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓ પણ ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે હાલ તો સરકારે હવે સંચાલક મંડળો સામે પણ લાલ આંખ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post