• Home
  • News
  • શાહરુખ,અજય દેવગણ પછી હવે શિલ્પા શેટ્ટી પણ વીએફએક્સ બિઝનેસમાં
post

બાહુબલી અને RRR જેવી ફિલ્મોમાં વીએફએક્સ થકી જ અદભુત દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-19 11:17:05

મુંબઈ: પતિ રાજ કુન્દ્રાના પોર્ન કેસના આઘાતમાંથી શિલ્પા શેટ્ટી હવે સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દૂર રહેલી શિલ્પાએ હવે વીએફએક્સ કંપની શરૂ કરી છે. 

બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને અજય દેવગણ પોતપોતાની વીએફએક્સ કંપનીઓ ધરાવે છે. હવે શિલ્પા પણ આ લીગમાં જોડાઈ છે. 

બાહુબલી અને RRR જેવી ફિલ્મોમાં વીએફએક્સ થકી જ અદભુત દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતા પરંતુ તે સિવાય ઓછાં બજેટ ની ફિલ્મોમાં પણ અમુક લોકેશન, ભીડ વગેરે દર્શાવવા વીએફએક્સ નો ઉપયોગ થાય છે. 

ભારતીય વીએફએકસ કંપનીઓએ વૈશ્વિક સ્તરે ગજું કાઢ્યું છે. હોલીવુડની અનેક પ્રસિદ્ધ ફિલ્મોનું વીએફએક્સનું કામ ભારતમાં થયું છે. આમ હવે આ એક પેરેલલ ઈન્ડસ્ટ્રી જ હોવાથી શિલ્પા એ તેમાં રોકાણ કર્યું છે. શિલ્પા અને તેનો પતિ રાજ રેસ્ટોરાં બિઝનેસ સહિત અન્ય કેટલાક વ્યવસાયોમાં પણ રોકાણ ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post