• Home
  • News
  • સુશાંતના નિધન બાદ સાહિલ ખાને સલમાનને ટાર્ગેટ કર્યો, કહ્યું- ‘મને અનેક ફિલ્મમાંથી હાંકી કાઢ્યો’
post

સુશાંતના મોત બાદ સાહિલે સલમાનને આડેહાથ લીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 12:02:38

મુંબઈ: વર્ષ 2001માં આવેલી ફિલ્મ સ્ટાઈલદર્શકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મથી એક્ટર સાહિલ ખાને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મથી સાહિલને ઘણી જ લોકપ્રિયતા મળી હતી પરંતુ તે બહુ ઓછી ફિલ્મમાં જોવા મળ્યો હતો. પહેલી ફિલ્મ બાદ તેને શાહરુખ તથા સલમાનની સાથે જાણીતા મેગેઝિનના કવર પેજ પર જગ્યા મળી હતી. હવે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અનેક લોકો પર કેમ્પ ચલાવવાનો તથા નેપોટિઝ્મનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યાં છે તો સાહિલે પણ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર ખાનને ફિલ્મ ના મળવા માટે જવાબદાર ગણાવ્યા છે. 

સુશાંતના મોત બાદ સાહિલે સલમાનને આડેહાથ લીધો હતો અને કહ્યું હતું, ‘બહુ ઓછા લોકોના જીવનમાં આવું બને છે કે તમારી ફિલ્મ સ્ટાઈલબાદ ભારતના સૌથી ટોપ ફિલ્મ મેગેઝિનના કવર પર ભારતના બે સુપરસ્ટાર સાથે તમે હોવ. જોકે, આમાંથી એક સુપરસ્ટારને બહુ જ ખોટું લાગ્યું હતું. જ્યારે હું તો નવો હતો અને તેમનો ફૅન હતો, હજી નબળો હતો.

નામ લીધા વગર સાહિલે કહ્યું, ‘પછી તે મને અનેકવાર સાઈડ રોલ માટે બોલાવતા, ટીવી શો માટે બોલાવતા અને પછી અનેક ફિલ્મમાંથી મને બહાર કઢાવ્યો હતો. નામ બડે ઔર દર્શન છોટે...વિચારો કોણ છે? મને કોઈ ફરક નથી પડતો, કારણ કે સુશાંત સિંહ રાજપૂતે તેનો સાચો અને અસલી ચહેરો જોયો છે. દુનિયાના આ લોકો નવા ટેલેન્ટથી કેટલા ડરે છે. 20 વર્ષમાં જ્હોન અબ્રાહમ સિવાય ઈન્ડસ્ટ્રીમાં કોઈ બિગ સ્ટાર આવ્યા નથી. કોઈને આવવા દેતા નથી. માત્ર સ્ટાર કિડ્સને કામ મળે છે. વિચારો આ અંગે. તારી આત્માને શાંતિ મળે સુશાંત

 

સલમાન ખાન પર કેમ્પ ચલાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે 
સુશાંતના મોત બાદથી જ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. અનેક પ્રોડ્યૂસર્સ પર આઉટસાઈડર્સને કામ ના આપવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દબંગડિરેક્ટ અભિનવ કશ્યપે પણ સલમાન પર કેમ્પ ચલાવવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ત્યારબાદ સાહિલની આ પોસ્ટ પણ સલમાન તરફ જ ઈશારો કરે છે. વર્ષ 2001માં બોલિવૂડ ડેબ્યૂ કરનાર સાહિલ માત્ર સાત ફિલ્મમાં જ જોવા મળ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post