• Home
  • News
  • NYTના રિપોર્ટ પછી લોકોએ કહ્યું, ‘WHO યોગ્ય રીતે કામ કરતું નથી, સ્થિતિ ગંભીર છે પણ ચેતવણી આપવામાં નથી આવી’
post

એરબોર્ન કોરોના ચેપ પર 239 વૈજ્ઞાનિકોએ WHOને ચેતવણી આપતો એક રિપોર્ટ આપ્યો હતો, ત્યારબાદ વિશ્વભરમાં ચિંતા તથા દલીલોમાં વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:50:46

હવાથી ફેલાતા એટલે કે એરબોર્ન કોરોના ચેપને લઈ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં છપાયેલા 239 વૈજ્ઞાનિકોની ચેતવણીના રિપોર્ટ પછી વિશ્વભરમાં આ મુદ્દે ચિંતા તથા દલીલોમાં વધારો થયો છે. આ રિપોર્ટમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કહ્યું હતું કે નોવેલ કોરોનાવાઈરસ એટલે કે Sars COV-2ના નાના-નાના કણ હવામાં ઘણાં કલાકો સુધી રહે છે અને તે અન્ય લોકોને પણ ચેપગ્રસ્ત કરી શકે છે. 

આ પૂરા કિસ્સામાં લોકો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને આડેહાથ લઈ રહ્યાં છે તો આ સંસ્થાએ કહ્યું હતું કે કોરોનાવાઈરસ હવાથી નહીં પરંતુ એરરોસલ તથા 5 માઈક્રોનથી નાના ડ્રોપ્લેટ્સ પેદા કરે છે. આ માઈક્રોન એક મીટરના 10 લાખના હિસ્સાની બરોબર હોય છે.

વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી
32
દેશોના આ 239 વૈજ્ઞાનિકોએ WHOને એક ઓપન લેટર લખ્યો છે. આ લેટરમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાઈરસ હવામાંથી ફેલાઈ છે અને તેના પૂરતા પુરાવા છે. આ પુરાવાને આધારે WHOએ આ વાત સ્વીકારી લેવી જોઈએ કે આ વાઈરસના નાના-નાના કણો હવામાં રહે છે અને ઈનડોર એરિયામાં હાજર રહેલાં વ્યક્તિઓના શ્વાસમાં જઈને કોરોનાનો ચેપ લાગી શકે છે. 

વૈજ્ઞાનિકોએ WHOને કોવિડ 19 વાઈરસના ફેલાવાને લઈને પોતાનો જૂનો અપ્રોચ તથા ભલામણો અંગે બીજીવાર વિચાર કરવાની જરૂર હોવાનું કહ્યું છે. આ લેટર સાઈન્ટિફિક જર્નલમાં આગામી અઠવાડિયે પબ્લિશ કરવામાં આવશે. 

લોકોએ આને WHOની ભૂલ બતાવી
છેલ્લાં 24 કલાકમાં સોશિયલ મીડિયામાં આ મુદ્દે અલગ-અલગ વાતો કરવામાં આવી હતી અને લોકો આને માટે સરકાર તથા WHOને જવાબદાર માની રહ્યાં છે. તો બીજી બાજુ કેટલાંક લોકો આને અમેરિકાનો એજન્ડા ગણાવી રહ્યાં છે. લોકોનું માનવું છે કે WHOએ પહેલેથી જ આ મામલે લોકોને સાચી માહિતી આપી નથી. 

કેટલાંક લોકોએ ટ્વિટર પર NYTના ન્યૂઝ રી-પોસ્ટ કરીને લખ્યું હતું કે વિશ્વના મોટા વૈજ્ઞાનિકોની સલાહ પર WHOનું વલણ યોગ્ય નથી. આ સંસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. લોકોએ સવાલ કર્યો હતો કે વૈજ્ઞાનિકોને પહેલેથી જ ખબર હતી કે વાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે, તેમ છતાંય આ વાતને યોગ્ય રીતે શા માટે કહેવામાં ના આવી?

WHOએ આ મુદ્દે કોઈ ગંભીર ચેતવણી આપી નથી
NYT
ના આ સમાચાર પછી ન્યૂઝ એજન્સી રોયટર્સે WHO પાસેથી આ દાવાને લઈ પ્રતિક્રિયા માગી હતી. જોકે, WHOએ હજી સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ઘરમાં ક્વૉરન્ટીન તથા લૉકડાઉન ખુલ્યા બાદ કામ કરતાં સામાન્ય લોકોને લઈ કોઈ ગંભીર ચેતવણી પણ બહાર પાડવામાં આવી નથી.

BBCના એક રિપોર્ટ પ્રમાણે, માર્ચ મહિનામાં WHO પાસે જ્યારે આ વિષય આવ્યો ત્યારે સામાન્ય લોકોને બદલે મેડિકલ સ્ટાફને આનાથી વધુ જોખમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આના માટે એરબોર્ન પ્રિકોશનને લઈ માહિતી બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોનવાઈરસ હવામાં ત્રણથી ચાર કલાક રહે છે. 

WHOએ કહ્યું, દાવાના કોઈ નક્કર પુરાવા નથી
WHO
એ ચેપને રોકવા તથા નિયંત્રણ કરવા માટે એક ટેક્નિકલ ટીમ બનાવી છે. આ ટીમના હેડ ડૉ. બેનેડેટા અલેગ્રાંઝીના હવાલેથી ન્યૂ યોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું, ‘અમે અનેકવાર કહી ચૂક્યા છીએ કે આ વાઈરસ એરબોર્ન પણ હોઈ શકે છે એટલે કે હવાથી ફેલાઈ શકે છે પરંતુ અત્યાર સુધી આવા દાવાને સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી.

અત્યાર સુધીની ધારણા હતી કે થૂંકના કણો હવામાં રહેતા નથી
23
માર્ચના રોજ WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના રિજનલ ડિરેક્ટર પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું હતું, ‘અત્યાર સુધી એરબોર્નને કારણે કોરોના થયો હોય તેવો એક કેસ સામે આવ્યો નથી. આ સમજવા માટે હજી વધારે રિસર્ચ ડેટાની જરૂર છે.

ચીનમાંથી અત્યાર સુધી જે પણ કેસ સામે આવ્યા તેમાં ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ જ અન્ય વ્યક્તિને ચેપ લાગ્યો છે. જોકે, આ કણો એટલા હળવા નથી કે તે હવાની સાથે બીજી જગ્યાએ જઈ શકે. પાંચ માઈક્રોનથી નાના ડ્રોપલેટ્સ બહુ જ જલ્દીથી જમીનની સપાટી પર આવી જાય છે. આથી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને વારંવાર હાથ ધોતા રહો. 

વૈજ્ઞાનિકો અને WHOએ એરરોસોલ થિયરી આપી હતી.
માર્ચમાં કોરોનાના વધતા કેસની વચ્ચે આ થિયરી પર ભાર મૂકવામાં આવ્યો હતો કે કોરોના પોઝિટિવ વ્યક્તિ જ્યારે છીંક, ઉધરસ ખાય અથવા તો તેના શ્વાસોચ્છવાસને કારણે તેની આસપાસ એક વાઈરસનું એક પડ બની જાય છે અને તેને એરરોસલ કહેવામાં આવે છે. આ પડ પોતાની આસપાસમાં રહેલા વ્યક્તિને ચેપગ્રસ્ત કરી શકે છે. આનું સૌથી વધુ જોખમ ફ્રન્ટલાઈનર મેડિકલ સ્ટાફને છે. એરરોસલ ખાંસી કે છીંકના ડ્રોપલેટ્સની તુલનામાં ઘણાં જ હળવા હોય છે અને હવામાં વધુ સમય રહી શકે છે. આ સમયે કોરોનાના એરબોર્નના ચેપનું જોખમ એ જ હોસ્પિટલના કર્મચારીઓને રહે છે, જે સીધી રીતે એરરોસલના સંપર્કમાં આવે છે અથવા તો 5 માઈક્રોનથી નાના ડ્રોપલેટ્સના સંપર્કમાં આવે છે. 

પવન ના હોય તો પણ કોરોનાના કણ 13 ફૂટ સુધી ફેલાઈ છે
વિશ્વભરના એક્સપર્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે છ ફૂટનું અંતર જાળવવાનું કહે છે પરંતુ હાલમાં જ એક રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના કણ પવન ના હોય તો પણ એટલે કે સ્થિર હવામાં પણ 13 ફૂટ સુધી ફેલાઈ છે. આ રિસર્ચ પ્રમાણે, 50 ટકા ભેજ તથા 29 ડિગ્રી તાપમાન પર કોરોનાના કણ હવામાં ભળી શકે છે. આ રિસર્ચ બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, કેનેડાની ઓન્ટેરિયો યુનિવર્સિટી તથા કેલિફોર્નિયાની લોસ એન્જલસ યુનિવર્સિટીએ સાથે મળીને કર્યું હતું. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post