• Home
  • News
  • પાકિસ્તાનમાં ટામેટાંની અછત પછી હવે ‘રોટલી’ના પણ ફાંફાં
post

પાકિસ્તાનના તમામ પ્રાંત અને ઈમરાન સરકાર આ મુશ્કેલીનો ઉપાય કાઢવાના બદલે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 08:44:54

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન થોડા સમય પહેલા ટામેટાની અછતનો સામનો કરી રહ્યું હતું. હવે સમગ્ર પાકિસ્તાનમાં ઘઉંની અછત સર્જાઈ છે, જેથી પાકિસ્તાનીઓનેરોટલીના પણ ફાંફા થઈ ગયા છે. પાકિસ્તાની અખબારડૉનના અહેવાલ પ્રમાણે, ઈમરાન ખાન સરકારે શનિવારે રાજ્ય સરકારોને ખાદ્ય પદાર્થોની વધતી કિંમત અને સંગ્રહખોરો સામે પગલાં લેવાનો આદેશ કર્યો હતો. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનવા સહિતના અનેક વિસ્તારોમાં ઢાબા અને રેસ્ટોરન્ટ માલિકોએ ઈમરાન સરકાર સામે હડતાળ પર જવાની ચેતવણી આપી હતી. નોંધનીય છે કે, પાકિસ્તાનના તમામ પ્રાંત અને ઈમરાન સરકાર મુશ્કેલીનો ઉપાય કાઢવાના બદલે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post