• Home
  • News
  • ઘઉં બાદ સોજી, મેંદાની નિકાસ પર સરકારે લાદ્યો પ્રતિબંધ
post

મેંદા અને સોજીના કન્સાઇનમેન્ટને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મોકલવાની મંજૂરી આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:10:40

અમદાવાદ: ઘઉં, ઘઉંના લોટ અને ખાંડ પર પ્રતિબંધ બાદ હવે મોદી સરકારે સ્થાનિક સ્તરે ભાવને કાબૂમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ લાદ્યા છે. 8મી ઓગસ્ટે સરકારે એક મહત્વનો નિર્ણય લેતા ભારત સોજી, મેંદા અને Wholemeal Atta(લોટ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Wholemeal Atta સામાન્ય લોટ કરતા વધુ પૌષ્ટિક હોય છે.

આ નિકાસ પ્રતિબંધ 14 ઓગસ્ટથી લાગુ થશે. મેંદા અને સોજીના કન્સાઇનમેન્ટને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મોકલવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પ્રમુખ શરત હશે કે નોટિફિકેશન આવ્યા પહેલાં જ કન્સાઈનમેન્ટ શિપ પર લોડ થયેલ હોવો જોઈએ અથવા માલ કસ્ટમને સોંપવામાં આવેલ હોય અને તે સિસ્ટમમાં નોંધાયેલ હોય તો તેને 14 ઓગસ્ટ પહેલા નિકાસ માટે મોકલી શકાય છે.

આ અગાઉ સરકારે ઘઉં અને લોટની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અત્યારે ઘઉંની નિકાસ પર ઈન્ટર-મિનિસ્ટરીયલ કમિટીની ભલામણ પછી જ લોટની નિકાસ કરી શકાય છે. જોકે નવી પોલિસી હેઠળ લોટ, Wholemeal Attta, સોજી અને મેંદાની નિકાસ માટે પણ સમિતિની મંજૂરી જરૂરી રહેશે.

આ મુદ્દે સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ ઈન્ટર-મિનિસ્ટ્રીયલ કમિટી (IMC) દ્વારા મંજૂર કરાયેલા તમામ શિપમેન્ટની દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં સ્થિત એક્સપોર્ટ ઈન્સ્પેક્શન કાઉન્સિલ અથવા તેના EIA દ્વારા તપાસ કરાવવાની રહેશે.

સરકારે આ વર્ષે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે કાળઝાળ ગરમીના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું હતું, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો. તદુપરાંત વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં મસમોટો ઉછાળો નોંધાતા ભારતમાંથી નિકાસ કરીને મોટી કમાણી કરેલા ડીલરોને અટકાવવા અને સ્થાનિક પુરવઠો પર્યાપ્ત માત્રામાં જળવાઈ રહે તે માટે પ્રતિબંધ મુક્યો હતો. ગત મહિને આ નિર્ણયમાં ફેરફાર કરીને નિકાસ કરતા પહેલા કેબિનેટ કમિટી પાસેથી મંજૂરી લેવાની શરત ઉમેરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post