• Home
  • News
  • ચેન્નાઈની સામે ગુજરાત જ કિંગ:CSKને રોમાંચક મેચમાં 5 વિકેટે પરાજય આપ્યો; GTએ IPLમાં સતત ત્રીજી મેચમાં ધોની બ્રિગેડને હરાવી
post

CSK તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી, તો રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને 1-1 વિકેટ મળી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:37:36

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. ગુજરાતની આ જીતના હીરો શુભમન ગિલ, વિજય શંકર, રાશિદ ખાન અને મોહમ્મદ શમી રહ્યા છે. ચેન્નાઈએ આપેલા 179 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે સાહાને આઉટ કર્યો હતો. આ પછી ગિલ અને ઇમ્પેક્ટ પ્લેયર સુદર્શને ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 35 બોલમાં 53 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલે IPL કરિયરની 15મી ફિફ્ટી ફટકારી હતી. તે ખરા સમયે આઉટ થયો હતો. તેણે શાનદાર 36 બોલમાં 63 રન બનાવ્યા હતા. જોકે આ પછી વિજય શંકરે ટીમને જીતની નજીક પહોચાડી હતી, અને અંતે રાશિદ ખાને એક જ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ટીમને જિતાડી દીધી હતી. રાશિદે 3 બોલમાં 10* રન કર્યા હતા. CSK તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી, તો રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને 1-1 વિકેટ મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post