• Home
  • News
  • રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ / અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીએ કરોડો રૂપિયાના ઇન્જેક્શન બાંગ્લાદેશથી મંગાવી ઊંચા ભાવે સુરતમાં વેચ્યા
post

સુરતમાં અનેક દર્દીઓના સંબંધી અને ડોક્ટરોને ઇન્જેક્શન વેચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 10:02:10

અમદાવાદ: સુરતના રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદની નીલકંઠ એલિકસીર LLP નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ બાંગ્લાદેશથી કરોડો રૂપિયાના ઇન્જેક્શન મંગાવ્યા હતા અને અમદાવાદમાં કમિશન એજન્ટ મારફતે સુરત શહેરમાં અનેક દર્દીઓ અને ડોક્ટરોને વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીના ભાગીદાર પતિ-પત્ની, કમિશન એજન્ટ અને બાંગ્લાદેશના શબ્બીર નામના શખ્સ સહિત 7 લોકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આયાત પરવાના અને બિલ વગર બાંગ્લાદેશથી આ ઇન્જેક્શન ખરીદવામાં આવતા હતા. મૂળ કિંમતને ભૂંસી અને વધુ કિંમતે ગુજરાતના સુરતમાં અને અન્ય જગ્યાએ આ ઇન્જેક્શન વેચ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સુરતમાંથી ઝડપાયેલા રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ઝડપાયેલા સંદિપ માથુકિયા વેજલપુરમાં આવેલી નીલકંઠ એલિકસીર LLP નામની ફાર્માસ્યુટિકલ કંપનીનો કમિશન એજન્ટ હતો. સંદિપનો મિત્ર અને કંપનીની ભાગીદાર વૈશાલી ગોયાણીનો પતિ પાર્થ ગોયાણીએ 7 જુલાઈએ અને 12 જુલાઈએ બે વાર બાંગ્લાદેશથી કરોડો રૂપિયાના ઇન્જેક્શન ફ્લાઇટ મારફતે બિલ વગર ગુજરાત મંગાવ્યા હતા.

આ ઇન્જેક્શનને સુરતમાં સંદિપના પિતરાઈભાઈ યશના ઘરે મુક્યા હતા. સુરતમાં અનેક દર્દીઓના સગા અને ડોક્ટરોને બિલ વગર 111 vial combi pack ઇન્જેક્શન મૂળ કિંમત કરતા વધુ ભાવે વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ફાર્માસ્યુટિકલ કંપનીએ બાંગ્લાદેશથી ઇન્જેક્શનનો મોટો જથ્થો મંગાવી અને સંગ્રહ કર્યો હતો.

આરોપીઓ

·         વૈશાલી પાર્થ ગોયાણી - કંપનીના ભાગીદાર

·         દર્શન સોની - કંપનીના ભાગીદાર

·         પાર્થ ગોયાણી - કંપનીના જવાબદાર વ્યક્તિ

·         સંદિપ માથુકિયા - કમિશન એજન્ટ

·         યશ માથુકિયા - એજન્ટ

·         બાંગ્લાદેશનો શબ્બીર

 

adv

Related News

post
post
post
post
post
post
post