• Home
  • News
  • અમદાવાદ 43.8 ડિગ્રી સાથે દેશનું પ્રથમ એશિયાનું ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું
post

એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય, ડીસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 11:33:26

અમદાવાદ : રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ 43.8 ડિગ્રી સાથે દેશનું પ્રથમ અને એશિયામાં ત્રીજા ક્રમનું તેમજ આ સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદની સાથે ડીસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર પહોંચી ગયો હતો. 


હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે શહેરનું મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 43.8 અને લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 27.4 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. 


આ અંગે હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં ઉપરનાં લેવલ પર એન્ટી સાયઇક્લોનિક સરક્યુેલશન સક્રીય થતાં વાતાવરણનાં ઉપરનાં લેવલના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અન્ય શહેરોમાં ત્રણ દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post