• Home
  • News
  • અમદાવાદ મનપાનું પરિણામ:અમદાવાદ શહેરમાં ગત ચૂંટણીમાં હજારથી ઓછા માર્જિને જીતેલી 6 સીટ કોંગ્રેસ હારી
post

કોંગ્રેસ પાસેની જમાલપુર, મક્તમપુરાની બેઠકો ઓવૈસીએ આંચકી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:03:34

2015ની ચૂંટણીમાં 40 બેઠકો પર હાર-જીતનું માર્જિન 1 હજાર કે તેથી ઓછા મતનું રહ્યું હતું. જેમાંથી આ ચૂંટણીમાં કોંગ્રેસે ચાંદખેડાની એક બેઠક જાળવી રાખી છે. જ્યારે 10 મતથી જીતેલી સરદારનગરની એક બેઠક ગુમાવી છે. આ ઉપરાંત સૈજપુરબોઘામાં પણ 2 બેઠકો અને બાપુનગરમાં 1 બેઠક ગુમાવી છે. જ્યારે ભાજપે લાંભામાં 2015માં 1012 મતથી જીત્યા હતા તે બેઠક ગુમાવી છે.

આ ઉપરાંત 2015માં સરસપુરમાં ભાજપે જે બે બેઠક ગુમાવી હતી તે આ વખતે પાછી મેળવી લીધી છે. આ વખતની ચૂંટણીમાં 192 બેઠકો પર 7 ઉમેદવારો એવા છે જેમની જીત માત્ર એક હજારથી ઓછા મતના માર્જિનથી થઈ છે. 2015માં કોંગ્રેસ પાસે જે પેનલો હતી તે પૈકીની ઇન્ડિયા કોલોની, જમાલપુર અને મક્તમપુરાની પેનલો પણ આ વખતે તૂટી છે જેમાં ઇન્ડિયા કોલોની અને જમાલપુર તો આખી નિકળી ગઈ છે જ્યારે મક્તમપુરામાં માત્ર એક જ બેઠક મળી છે. ભાજપે એક માત્ર કુબેરનગરની પેનલ ગુમાવી છે જે 2015માં ભાજપ પાસે હતી.

વર્ષ 1981થી અત્યાર સુધી થયેલી કુલ 8 ચૂંટણીઓમાં 6 વખત ભાજપનો વિજય થયો છે જ્યારે બે વખત કોંગ્રેસ શાસકપક્ષમાં હતું જેમાં 1981માં અને 2000માં કોંગ્રેસ સત્તા સ્થાને હતી. 2005થી અત્યાર સુધી ભાજપ જ સત્તા સ્થાને રહ્યો છે. તમામ 48 વોર્ડમાં 200થી 1000 જેટલા મત નોટામાં પણ પડ્યા છે. સૌથી વધુ ઇસનપુરમાં 751 મત નોટામાં પડ્યા છે જ્યારે સૌથી ઓછા કુબેરનગરમાં 212 નોટામાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે કુબેરનગરમાં ભાજપને હરાવવા માટે મતદાન વધુ થયુ હોવાનું મનાય છે.

રસાકસી પછી હારજીતનું સરવૈયું

કોંગ્રેસ ગુમાવી

બેઠક

સરદારનગર

1

સૈજપુર

2

સરસપુર-રખિયાલ

2

બાપુનગર

1

ભાજપે ગુમાવી

બેઠક

લાંભા

1

મક્તમપુરામાં ઓવૈસીના 3 જીત્યા

જેનલબીબી શેખ

16655

મહંમદઝુબેર પઠાણ

17508

સુહાના મન્સુરી

16823

સદ્દામ શેખ

હાર્યા

જમાલપુરમાં ઓવૈસીની પેનલ જીતી

બીનાબેન પરમાર

16091

અફસાનાબાનુ ચિશ્તી

18835

મુસ્તાક ખાદીવાલા

18396

મોહમદરફીક શેખ

15172

 

adv

Related News

post
post
post
post
post
post
post