• Home
  • News
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન:સમુદ્રમાં સુરંગ બનાવવા સાત ભારતીય કંપનીને રસ, 19 ફેબ્રુઆરી સુધી ટેન્ડર મંગાવાયા
post

મુંબઈ અમદાવાદ હાઈસ્પિડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન) હેઠળ સમુદ્ર નીચે સુરંગ બનાવવામાં સાત ભારતીય કંપનીએ રસ દાખવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 11:06:34

મુંબઈ અમદાવાદ હાઈસ્પિડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન) હેઠળ સમુદ્ર નીચે સુરંગ બનાવવામાં સાત ભારતીય કંપનીએ રસ દાખવ્યો છે. નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના એક અધિકારીએ રવિવારે કહ્યું કે, અત્યાર સુધી સાત ભારતીય કંપનીએ ટેન્ડર ભરવામાં રસ લીધો છે. બુલેટ ટ્રેનની 21 કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ કોરિડોરમાં 1.8 કિલોમીટરની સુરંગ સમુદ્રમાં બનશે. તેના માટે 19 ફેબ્રુઆરી, 2021 સુધી ટેન્ડર મંગાવાયા છે.

સૂચનાના આધારે જ નિર્માણ કરશે
બુલેટ ટ્રેન પરિયોજનામાં મહારાષ્ટ્રના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સથી કલ્યાણ શિલફાટા સુધી 21 કિ.મી. લાંબી અન્ડરગ્રાઉન્ડ કોરિડોર આકાર લેશે. તેનો આશરે સાત કિલોમીટર હિસ્સો થાણેમાં સમુદ્રની આસપાસ છે, જેથી 1.8 કિ.મી. લાંબી સુરંગ પાણીની અંદર બનશે. એ સિવાયનો ભાગ કળણ ધરાવતી જમીન પર બનશે. હાલ જે ટેન્ડર મંગાવાયા છે, તે સુરંગ નિર્માણ માટે છે. NHSRCL, રાઈટ્સ અને જાપાનની કાવાસાકી જિયોલોજિકલ એન્જિનિયરિંગ ફર્મની એક ટીમે સમુદ્રમાં સુરંગ બનાવવાની દિશામાં તપાસ કરી હતી. સમુદ્ર તળના માળખાનો અભ્યાસ કરવા માટે આ ટીમે સર્વેક્ષણ પણ કર્યું હતું. ત્યાર પછી આ ટીમે રિપોર્ટ આપ્યો હતો. તેમાં આપેલા સૂચનોના આધારે જ અહીં નિર્માણ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post