• Home
  • News
  • અમદાવાદમાં 10 વર્ષ બાદ રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી નોંધાઈ ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
post

2011 જાન્યુઆરીમાં અમદાવાદમાં ઠંડીનો પારો 6.6 ડિગ્રી નોંધાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 11:29:39

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડવેવની અસરથી અમદાવાદમાં 10 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2011 પછી જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળતાં મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી ગગડીને 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની તેમજ 27 કે 27 જાન્યુઆરીના રોજ ફરીથી અમદાવાદમાં ઠંડીનો પારો 7.0 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. સિવિયર કોલ્ડવેવની અસરથી રાજ્યના મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. જે અંતર્ગત 4.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

આ ઉપરાંત રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

પવનની ગતિ શૂન્ય થતાં લઘુતમ તાપમાન ડ્યુ પોઇન્ટ પર પહોંચ્યું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાયા હતા, તેમજ સામાન્ય દિવસોમાં રાત્રિ દરમિયાન 3થી 7 કિલોમીટરની ગતિના પવનો ચાલુ રહેતા હોય છે. તેને બદલે રવિવારે રાત્રે 11.30 પછી પવનની ગતિ શૂન્ય પર (ડ્યુ પોઇન્ટ) પર પહોંચી જઈ હતી. ડ્યુ પોઇન્ટ એટલે કે, ઠંડી હવાનો સૌથી નીચા પોઇન્ટ સુધી ડીપ કરી જાય છે. પવનની ગતિ ડ્યુ પોઇન્ટ પર જવાની સાથે આકાશ સ્વચ્છ હોવાથી ઠંડા પવનો સીધા જમીન પર આવતાં જમીન ઠંડી થતાં અચાનક ઠંડીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે તેમજ 26 કે 27 જાન્યુઆરીએ ફરીથી 6 કે 7 ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે. > અંકિત પટેલ, (હવામાન નિષ્ણાત)

કયાં કેટલી ઠંડી નોંધાઇ

વિસ્તાર

તાપમાન

ગાંધીનગર

4.3

નલિયા

4.6

અમદાવાદ

6.7

ડીસા

8

વડોદરા

8.4

કેશોદ

8.7

વ.વિદ્યાનગર

9.2

રાજકોટ-મહુવા

9.7

કંડલા એરપોર્ટ

9.8

સુરેન્દ્રનગર

10

સુરત

10.2

ભાવનગર

10.4

ભુજ-દીવ

10.8

અમદાવાદમાં છેલ્લાં 10 વર્ષમાં ઠંડી

2011

6.6

2012

7.1

2013

7.6

2014

7

2015

10

2016

7.5

2017

9.5

2018

8.6

2019

8

2020

9

2021

9.5

2022

6.7

 

adv

Related News

post
post
post
post
post
post
post