• Home
  • News
  • અમદાવાદનું નવું આકર્ષણ:કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન આજથી લોકો માટે ખુલ્લું મુકાયું, 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રુપિયા ટિકિટ
post

17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:00:49

અમદાવાદ: કોસમોસ વેલી જોવા માટે હવે અમદાવાદીઓને કાશ્મીર જવુ નહીં પડે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ગાર્ડન તૈયાર કર્યો છે. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવ્યું છે. નાગરિકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ ખરીદી ફ્વાવર વેલીમાં સુંદર નજારો જોઈ શકશે. અમદાવાદમાં ભારતનું સૌપ્રથમવાર કોસમોસ વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

કોસ્મોસ વેલી ગાર્ડનના ઉદઘાટન પ્રસંગમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સવારે 9થી રાત્રે 9 સુધી ફ્લાવર ગાર્ડન રહેશે ખુલ્લો
આ અંગે કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કોસ્મોસ વેલી ફ્લાવર ગાર્ડન અમદાવાદનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે. માત્ર કલર અલગ હોય છે. લોકો ફ્લાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે. નાગરિકો માટે આજથી આ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. એક જ જાતના અલગ અલગ કલરના ફૂલોના ફ્લાવર વેલી ગાર્ડનની મજા હવે અમદાવાદીઓ માણી શકશે. નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

ઓનલાઈન ટિકિટ લેનારને ડિસ્કાઉન્ટ
કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌપ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ગાર્ડન તૈયાર કરવા આવ્યો છે. આજે મેયર કિરીટ પરમાર દ્વારા ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકાશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે.

આ એક પ્રકારનું ફ્લાવરિંગ સીઝનલ પ્લાન્ટ છે
સિઝનલ ફલાવર એવા કોસમોસ નામના છોડનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે. જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરિંગ સીઝનલ પ્લાન્ટ છે અને 50થી 60 દિવસ સુધી આ ફૂલનો ફલાવરિંગનો સમયગાળો હોય છે. ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે. એક વખત જો લોકો આ ગાર્ડનમાં જશે તો તેઓને બહાર નીકળવાનું મન નહીં થાય થાય તેટલું સુંદર બનાવવામાં આવ્યું છે.

ભારતનું સૌપ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું, આ ભારતનું સૌપ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન છે. જે મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. નાગરિકોને એક જ પ્રકારના આ ફૂલો અહીંયા જોવા મળશે. 40 દિવસ સુધી આ ફૂલ આજ પ્રકારના જોવા મળે છે. એક એક કલાકના પ્લોટમાં નાગરિકોને મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે

એક વર્ષમાં ગાર્ડન તૈયાર થયો
17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. 28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તે તૈયાર થતો હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post