• Home
  • News
  • અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ચુકાદો:સરકારે કોર્ટમાં કહ્યું - વાલ્મીકિ ઋષિ રોજે નથી થતા, દરેકમાં સુધારાની સંભાવના હોતી નથી
post

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના 49 દોષિતને હવે 11 ફેબ્રુઆરીએ સજા સંભળાવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-10 12:13:06

અમદાવાદ: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજાનો ચુકાદો જાહેર કરવા માટે બચાવ પક્ષે ત્રણ સપ્તાહનો સમય માગ્યો હતો. બચાવ પક્ષે દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટે, તેમની શૈક્ષણિક લાયકાત, પારિવારિક સ્થિતિ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે સમયની માગ કરી હતી.

સરકારનો સમય આપવાનો વિરોધ
બીજી તરફ સરકાર તરફે ત્રણ સપ્તાહનો સમય આપવાનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે, વાલ્મીકિ રોજે નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. આરોપીઓએ જઘન્ય અપરાધ કર્યો છે. સુરંગ કાંડ જેવા અનેક અપરાધો સાથે સંકળાયેલા છે.

અન્ય રાજ્યોની જેલમાંથી કેદીઓની માહિતી મંગવવા સૂચના
સ્પેશિયલ કોર્ટે અન્ય રાજ્યોની જેલમાંથી સાંજે 5 સુધીમાં કેદીઓના સંબંધિત દસ્તાવેજો સાબરમતી જેલ પર મગાવી લેવા આદેશ કરી સજાનો ચુકાદો 11 ફેબ્રુઆરી પર મુકરર કર્યો છે. સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે દોષિતોના વકીલોને 10 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં દોષિતો સાથે રૂબરૂ કે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવા અને જેલ ઓથોરિટીને તેની સુવિધા કરી આપવા આદેશ કર્યો છે.

સજાના ચુકાદા અંગે બચાવપક્ષે 3 સપ્તાહનો સમય માગ્યો હતો
બોમ્બ બ્લાસ્ટ કેસમાં બુધવારે સજાનો ચુકાદો જાહેર થવાનો હતો. સવારે 11 વાગે આરોપીઓ તરફથી આરોપીઓને સુધરવા માટે 3 સપ્તાહનો સમય મગાયો હતો. તેમાં દલીલ કરાઈ હતી કે, દોષિતોને સુધરવાની તક આપવી જોઈએ. વાલ્મીકિનું ઉદાહરણ આપીને કહ્યું કે, દરેકને સુધરવાની તક આપવી જોઈએ. વધુમાં વધુ સજાની જોગવાઈ મૃત્યુદંડ, આજીવન કેદ છે. આવા ગંભીર ગુનામાં સજા અંગે રજૂઆત માટે પૂરતી તક મળવી જરૂરી છે.

જઘન્ય અપરાધીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ: સરકાર
સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, તેમને વધુમાં વધુ સજા થવી જોઈએ. રાજીવ ગાંધીની હત્યા કેસનો ચુકાદો ટાંકીને એવી દલીલ કરાઈ હતી કે, વાલ્મીકિ રોજ નથી થતા કે તેમનામાં કોઈ સુધારાનો અવકાશ બચ્યો હોય. તમામ દોષિતો માત્ર એક નહીં, અનેક ગુનામાં સંડોવાયેલા છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ તેમની સામે અનેક ગુના છે. તેમના તરફે સહાનુભૂતિ દાખવી શકાય નહિ.

 

adv

Related News

post
post
post
post
post
post
post