• Home
  • News
  • અમદાવાદી યંગસ્ટર્સ ગ્રુપના બોલિવૂડ, રેટ્રો અને ભક્તિ ગીત પર ઝૂમી ઉઠ્યાં ICU વોર્ડના દર્દીઓ, ઓક્સિજન માસ્ક હટાવી ગીત ગાવા લાગ્યાં
post

85 વર્ષના વૃદ્ધ ભક્તિમય ગીતો સાંભળીને બેડમાં જ નાચી ઉઠ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:19:46

રાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબજ જરૂરી છે. ત્યારે અમદાવાદના એક યુવાને હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની માનસિક સ્થિતિ સારી રહે તેઓ આ રોગ સામે માનસિક રીતે હારી ન જાય તે માટે મ્યુઝિકલ થેરાપી આપવાની શરૂઆત કરી છે.

મ્યુઝિક થેરાપીથી પેરામેડિકલ સ્ટાફ પણ ઉત્સાહમાં
3 યુવાનોના ગ્રુપે હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મુખ પર આ મ્યુઝિક થેરાપીની મદદથી સ્મિત ખિલાવ્યું છે એટલું જ નહીં વોર્ડના તમામ દર્દીઓ આ મ્યુઝિક થેરાપીથી ઉત્સાહિત થઈને નાચી ઉઠ્યા સાથે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ પણ ઉત્સાહિત થઈ ગયો હતો.

 

4 દિવસ પહેલા યુવકના પિતા ખુદ ICUમાં હતા
આ યુવાનોના ગ્રુપના સિંગર જોલ મોગેરાએ વાતચીતમાં જણાવ્યું કે, 4 દિવસ પહેલા મારા પિતાને શહેરના મેમકો બ્રિજ નજીક આવેલી આનંદ સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICU વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેઓ મને કહ્યું કે, મને અહીયા ગમતું નથી. તું કાઈ પણ કર મને મળવા આય. હવે મેં ડોક્ટરને કહ્યું પરંતુ ડૉક્ટરએ મુલાકાતની ના પાડી કારણકે તેઓ ICU વોર્ડમાં છે.

પિતા માટે શરૂ કરી હતી મ્યુઝિક થેરાપી
માટે મેં અને મારા ગ્રુપના ફ્રેન્ડ્સએ વિચાર્યું કે, આપણે ડૉક્ટરની પરવાનગી લઈને મારા પિતાને એક-બે સોંગ સંભળાવીશું અને ગિતાર પણ સાથે લઈને જઈશું. જેથી તેઓને માનસિક શાંતિ મળે. ડોક્ટર અમને પરવાનગી આપી અમે PPE કીટ પહેરીને ICU વોર્ડમાં ગયા. અમે મારા પિતાને સોન્ગ સંભળાવ્યું તો બીજા દર્દીઓએ પણ અમને એક-બે સોંગ માટે રિકવેસ્ટ કરી પછી ડૉક્ટરને પૂછીને તમામ દર્દીઓ પાસે ગયા અને તેઓની રિકવેસ્ટ પ્રમાણે બોલિવૂડ, રેટ્રો અને ભક્તિના સોંગ ગાયા અને લોકોને મ્યુઝિક થેરાપી આપી.

"હરે રામાં હરે ક્રિષ્ના" સાંભળીને દાદા નાચી ઉઠ્યા
ઉંમરલાયક દર્દીઓ ભક્તિમય ગીત સાંભળીને ભાવુક થઈ ગયા જેમાં એક 85 વર્ષના વૃદ્ધ જે ઓક્સિજન પર હતા. તેઓ હલનચલન પણ ન હતા કરતા તેઓ"હરે રામાં હરે ક્રિષ્ના " સાંભળીને નાચી ઉઠ્યા હતા સાથે કેટલાક યુવાન દર્દીઓ પણ હતા તેઓ ને પણ અમે બૉલીવુડ અને રેટ્રોના ગીતો સંભળાવ્યા તેઓ પણ અમારી સાથે ગીત ગાવા લાગ્યા.

રોજ 1 કલાક મ્યુઝિક થેરાપી આપીએ છીએ
આ જોઈને અમને ડોકટર હવે દરરોજ આવી રીતે તમામ લોકોને મ્યુઝિક થેરાપી આપવાની મંજૂરી આપી અમે 3 દિવસથી રોજ 1 કલાક જઈએ છીએ અને આવી પરિસ્થિતિમાં આવા ગંભીર દર્દીઓને મુખ પર સ્મિત જોઈને અમને ઘણો આનંદ થાય છે. અમને કેટલીક હોસ્પિટલમાં પણ કોલ આવ્યા છે કે, તમે આ થેરાપી અમારી હોસ્પિટલમાં આપો જે અમે હવે તમામ નિયમો અને પરવાનગી બાદ ત્યાં પણ આવી રીતે સેવા આપીશું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post