• Home
  • News
  • AIIMSના ડિરેક્ટરે કહ્યું- મહારાષ્ટ્ર, કેરળ, પંજાબમાં કોરોનાના નવા સ્ટ્રેન આવી ચૂક્યા છે, માટે બિનજરૂરી યાત્રાઓ કરવી નહીં
post

કોરોના સમાપ્ત થયો નથી. વેક્સિન બાદ કેટલાક પ્રમાણમાં એ બચી શકે છે, તો સાવચેતી રાખો. માસ્કના ઉપયોગ ઉપરાંત સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ, આઈસોલેશન વગેરેનું પાલન કરો, એમ AIIMS, દિલ્હીના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 12:30:49

કોરોનાના કેસોની સંખ્યામાં થયેલા ઘટાડાને લીધે લોકો બેદરકારી ન દાખવે. આ સલાહ દિલ્હીના AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આપી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં 'ઈન્ડિયાઝ ફાઈટ અગેઈન્સ્ટ ધ કોવિડ' સેશનમાં તેમણે કહ્યું કે બિનજરૂરી યાત્રાઓ કરવાની ભૂલ ન કરશો, કારણ કે નવા સ્ટ્રેન મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં આવી ચૂક્યા છે. આ ફેસ્ટિવલ વર્ચ્યુઅલી યોજાઈ રહ્યો છે.

એન્ટિબોડી ખૂબ પાવરફૂલ નથી
ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના ખતમ થયો નથી. વેક્સિન બાદ પણ વાઈરસ કંઈક હસ્તક બની શકે છે તો સાવચેતી રાખો. માસ્ક તો જરૂરી છે, પણ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ, આઈસોલેશન વગેરેનું પાલન કરો. બ્રાઝિલમાં 70 ટકા લોકો કોરોનાથી સુરક્ષિત થઈ ગયા હતા, પણ તેમને આ બીમારી ફરી થઈ રહી છે.

લોકો વેક્સિનને લઈ જાગ્રત નથી
આ ફેસ્ટિવલમાં સાયન્ટિસ્ટ અને રિસર્ચર ગગનદીપ કાંગે પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે વેક્સિનને લઈ સંકોચ હંમેશાં હતો. પોલિયોને લઈ પણ લોકોના માનમાં ડર હતો. અત્યારે લોકોને વેક્સિનનું શું મહત્વ છે તે જાણતા નથી. તેને લીધે આ માટે ઓછી માહિતી અથવા તો માહિતીનો અભાવ જવાબદાર છે.

40 ટકા લોકો નક્કી કરી શક્યા નહીં કે વેક્સિન લગાવી કે નહીં
વેક્સિનોલોજી ડો.ચંદ્રકાંત લહરિયાએ કહ્યું કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી દિલ્હીમાં એક સરવે આવ્યો છે. તેમા જાણવા મળ્યું છે કે 40 ટકા લોકો હજુ પણ નક્કી કરી શક્યા નથી કે વેક્સિન લગાવશું કે નહીં. તેમણે કહ્યું કે વેક્સિન પર વિશ્વાસ ત્યારે જ થશે કે જ્યારે તેને આપણે ગંભીરતાથી લઈએ.

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપ ફરી વખત તેજ થઈ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ગતિ ફરી વખત તેજ થઈ રહી છે. ફેબ્રુઆરીના પહેલા અને બીજા સપ્તાહમાં અહીં દરરોજ આશરે 2000 દર્દીઓની ઓળખ થઈ રહી હતી, પણ હવે આ આંકડો 6000ને પાર થઈ ગયો છે. અહીં અનેક શહેરોમાં રાજ્ય સરકારે ફરીથી કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધુ છે. અમરાવતીમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં સોમવારે રાત્રે 8 વાગ્યાથી અમલી બનશે.

કેન્દ્ર સરકારે ફરી ટેસ્ટિંગ વધારવા આદેશ આપ્યો
સમગ્ર દેશમાં દરરોજ કરવામાં આવતા ટેસ્ટિંગમાં છેલ્લા એક મહિનામાં 5 લાખનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર સુધી જ્યાં દરરોજ 11 લાખ લાખ લોકોની તપાસ થતી હતી ત્યારે હવે સરેરાશ 6 લાખ લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે. રાજ્યોમાં કોરોનાના કેસ વધવાનું એક મોટું કારણ ટેસ્ટિંગની સંખ્યામાં થયેલો ઘટાડો પણ છે.ફરી વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને પત્ર લખી ટેસ્ટિંગ વધારવા માટે આદેશ આપ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post