• Home
  • News
  • AIMIM ચીફે કહ્યું-1000 સ્કવેર મીટર પર ચીન કબ્જો જમાવીને બેઠું છે ત્યારે મોદી કેમ બોલતા નથી, 56 ઇંચની છાતી હોય તો ચીનને પાઠ ભણાવ્યો હોત
post

ઈશારા ઈશારામાં કહ્યું કોંગ્રેસ મોદીથી ડરે છે, વડાપ્રધાન પદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 10:17:14

સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે આજે અમદાવાદમાં રેલી બાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ઓવેસીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા સંબોધતી વખતે ઓવૈસીએ કહ્યું કે, 56 ઇંચની છાતી હોય તો ચીનને સબક શિખવાડ્યું હોત. 1000 સ્કવેર મીટર પર ચીન કબ્જો જમાવી બેઠું છે, ત્યારે કેમ મોદી બોલતા નથી. મોદીને સવાલ કર્યો કે 2020માં ચીને કેમ ઘુસ્યું? કેમ કે દેશમાં નફરત ફેલાઈ રહી છે અને તેનો ફાયદો ઉઠાવવા આવ્યો છે.

અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગુજરાતમાં અમે આવ્યા છીએ. અમે લોકોના દિલમાં પ્રેમ ઉભો કરવા આવ્યા છીએ. ગુજરાતમાં AIMIM આવ્યું છે ત્યારે આ માત્ર એક જ ચૂંટણી માટે નથી. દરેક ચુંટણીમાં અમે હોઈશું. લોકો પાસે એક જ માગ છે કે બાળકો અને યુવાનોના ભવિષ્યનું ઉજ્જવળ થાય. હું ગુજરાત એટલા માટે આવ્યો છું કે હું આંખ બંધ કરું એ પહેલાં ગુજરાતમાં મારા કરતા વધુ સારો નેતા ઉભો થાય.AIMIMને સપોર્ટ કરો. તમે અત્યાર સુધી અન્ય પાર્ટીઓને વોટ આપયા. વર્ષો સુધી આ પાર્ટીઓએ શું આપ્યું ? એક ગુજરાતી તરીકે વિચારો તમને શું મળ્યું ?

2002માં મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારની દવાઓ એક્સપાયરી ડેટ વાળી હતી
તેમણે આગળ કહ્યું કે, લોકો એવું વિચારે છે કે હું માત્ર ચૂંટણી માટે આવ્યો છું. પણ હું 2002માં 25 ડોક્ટરો અને 50 લાખની દવાઓ લઈને આવ્યો હતો. સરકારના મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારની દવાઓ હતી તે દવા આઠ મહિના જૂની અને એક્સપાયરી ડેટ વાળી હતી. 2002માં કરફ્યુ હતો. હું હૈદરાબાદથી ડોક્ટરો લઈને આવ્યો હતો. કોઈ એક મુસ્લિમ ફાઈવસ્ટાર હોટેલમાં આવ્યો હતો.શાહઆલમમાં મેડિકલ કેમ્પ લગાવ્યો હતો.બેથી ત્રણ દિવસ કેમ્પમાં 10,000 લોકો એવા હતા જેઓની તમામ વસ્તુ લૂંટાઈ ગઈ હતી. આ દરમિયાન અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાન પદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી.

વડાપ્રધાન પદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથીઃ ઓવૈસી
2006
માં વડોદરામાં એક દરગાહ તોડી નાખી હતી. યાકુબપુરામાં દરગાહ હતી ત્યાં તોફાન થયા હતા. 10 લોકોને હૈદરાબાદ લઈ જઈ સારવાર કરાવી. અમે બહુ મદદ કરી છે. વિધાનસભામાં પણ ઉમેદવાર ઉભા થશે. તમારા સાથની જરૂર છે. તમે એક થઈ જાઓ, એક દીવાલ બની જાઓ તો તમામ તાકાત તમારી સામે ઝૂકી જશે અને તમારું કામ કરશે.આ ત્યારે થશે જ્યારે 21 ઉમેદવારને જીતાડશો. માત્ર આ અમદાવાદ, ગોધરા ચૂંટણી સુધી જ નથી. ઈશારા ઈશારમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાન પદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી. અમારા પર આરોપ મૂકે છે કે આ B ટીમ અને C ટીમ છે.

સ્કૂલો બંધ થઈ ગઈ, પાણી અને ડ્રેનેજની સમસ્યા છે
કોંગ્રેસના માત્ર મુસ્લિમ વિસ્તારમાં ઉમેદવાર ઉભા કરવાના આક્ષેપ મામલે ઓવૈસીએ કહ્યું હતું કે લગ્નની જાન વરરાજાના ઘરેથી જ નીકળે. બીજાના ઘરેથી ના નીકળે. આ તો માત્ર શરૂઆત છે. સ્કૂલો બંધ થઈ ગઈ, પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. મોદીજી રિવરફ્રન્ટ બનાવ્યું પણ મુસ્લિમ અને દલિત વિસ્તારમાં તમે શું આપ્યું ? મુસ્લિમ અને દલિત વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યા છે. પીરાણાનો ડુંગર ઉભો કરી દીધો છે. ગુજરાતની મોટી મોટી વાતો છે પરંતુ પીરાણાના કચરામાં એક દીકરી મરી ગઈ. જે રમકડાં શોધવા ગઈ હતી. પીરાણાનો કચરાનો ડુંગર છે અને રિવરફ્રન્ટ પણ છે. જો કામ નહીં થાય તો ઓવૈસી અમદાવાદ આવી ધરણા કરશે. રોડ પર બેસી વિરોધ કરશે.

ખેડૂતોના મનની વાત સાંભળો, જો આ ખિલા લગાવ્યા હોત તો ચીનના જવાન ન આવ્યા હોત
ખેડૂતોના કાયદા મામલે ઓવૈસી કહ્યું હતું કે મોદીએ બનાવેલો કાયદો ખોટો છે.મન કી બાતથી કંટાળી ગયા છીએ, હવે ખેડૂતોના મનની વાત સાંભળો.ભારતના ખેડૂતોને બોલાવો, ચા પીવડાવો. અમે તકલીફ સમજીએ છીએ એવું કહી શકે એ તમને માથે બેસાડશે. હાઇવે ખોદી નાખ્યા અને ખિલા લગાવ્યા પણ જો આ ખિલા લગાવ્યા હોત તો ચીનના જવાન ન આવ્યા હોત. 56 ઇંચની છાતી હોય તો ચીનને સબક શિખવાડ્યું હોત. 1000 સ્કવેર મીટર પર ચીન કબ્જો જમાવી બેઠું છે, ત્યારે કેમ મોદી બોલતા નથી.
ગુજરાત હાઈકોર્ટમાં 5 ફેબ્રુઆરીએ એક કેસ હતો. બે જજોએ કહ્યું હતું કે હા GSTના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. મોદીજી ગુજરાતમાં આ શું છે. GSTના નામે વેપારીઓને હેરાન કરાય છે.

બાઉન્સરો સાથે ભીડે ઝપાઝપી કરી, પોલીસે પણ ટોળુ જોઈ ગેટ ખોલી દીધા
સભા શરૂ થતા પહેલા સાંજે 5.30 વાગ્યાથી જ લોકો આવવાના શરૂ થઈ ગયા હતા. 1000થી વધુ લોકો સભામાં હાજર રહ્યા છે. એક ગેટ પરથી તમામ લોકોને પ્રવેશ આપવામા આવ્યો હતો. જો કે લોકોની ભીડ વધી જતાં બોલાચાલી થતાં બાઉન્સર અને પોલીસે ગેટ ખોલી પ્રવેશ આપવો પડ્યો હતો. ઓવૈસી આવતાંની સાથે જ લોકોએ દેખો દેખો કોન આયા, અપના શેર આયાના નારા લગાવ્યા હતા. રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર બહુ મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જેના પર AIMIM પાર્ટીના તમામ 21 ઉમેદવાર અને રાષ્ટ્રીય તેમજ પ્રદેશના નેતાઓ બેઠા હતાં જો કે સ્ટેજ પર બેઠેલા અનેક લોકો માસ્ક પહેર્યા જ ન હતા. સભામાં BTPના મહેશ વસાવા હાજર રહ્યાં હતાં.

સભામાં ઉપસ્થિત ભીડે અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા
AIMIM
ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાએ કોંગ્રેસના ધારાસભ્ય પર નિશાન તાકતા કહ્યું કે આજે એક ધારાસભ્યએ ભરૂચમાં ઓવૈસીની સભામાં ઓછી પબ્લિક છે તેના ફોટા મોકલી ઓવૈસી સાહેબ આવી ગરમ થયા અને લોકોને બોલાવવા કહ્યું હતું. પરંતુ ખૂબ જ ભીડ હતી. કોંગ્રેસમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. અલ્લાહ હુ અકબરના નારા લગાવશે એવું કહેતા હતા તો એ જ નારા લાગેને તો બીજું શું હોય. આટલું કહેતા જ સભામાં લોકોએ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા.

અઝાન શરૂ થતાં વચ્ચે ભાષણ રોકી દેવાયું
મહારાષ્ટ્રના નેતા ઈમ્તિયાઝ ઝલીલ ભાષણ આપતાં હતા તે દરમ્યાન અઝાન શરૂ થતાં વચ્ચે ભાષણ રોકી દેવાયું હતું. ત્રણ મિનિટ માટે ભાષણ અટકાવી બાદમાં શરૂ કરવામાં આવ્યું હતું.

BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું હતું કે આજે ભરૂચમાં સભા કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હતા. આજે અહીં ગુજરાતથી જે લોકો કેન્દ્રમાં ગયા છે તેમનાથી લોકો હેરાન થઈ ગયા છે. મોંઘવારી વધી છે. હવે BTP અને AIMIM દરેક જગ્યાએ હશે. નગરપાલિકા, મહાનગરપાલિકા કે કેન્દ્ર હોય દરેક જગ્યાએ અમે હોઇશું.

adv

Related News

post
post
post
post
post
post
post