• Home
  • News
  • વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી: આ દિવસથી શરૂ થશે રજિસ્ટ્રેશન, વાંચો ફોર્મ ભરવાની રીત
post

સર્વિસ દરમિયાન અગ્નિવીરોને દર વર્ષે 30 દિવસની રજા પણ આપવામાં આવશે. જે સિવાય, મેડીકલ સલાહના આધારે તેમને સિક લીવ પણ આપવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:28:55

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે નોટિફિકેશન જારી કર્યુ છે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી જાન્યુઆરી 2023 બેચ માટે થવાની છે. 17.5 વર્ષથી લઈને 23 વર્ષની ઉંમર વચ્ચે ઉમેદવાર વાયુસેનામાં ભરતી માટે અપ્લાય કરી શકે છે. ઈન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસની શરૂઆત 7 નવેમ્બર 2022થી થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર અગ્નિવીરો માટે ઓનલાઈન એગ્ઝામ 18થી 24 જાન્યુઆરી 2023 વચ્ચે કરવામાં આવશે. 

અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને વાયુસેનામાં અરજી કરવાની તક આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી વાયુસેનામાં સેવા કરવાની તક મળશે. ચાર વર્ષની સર્વિસ બાદ ઉમેદવારોને એક મોટી રકમ આપવામાં આવશે. આ સિવાય તેમને એક અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. સર્વિસ દરમિયાન અગ્નિવીરોને દર વર્ષે 30 દિવસની રજા પણ આપવામાં આવશે. જે સિવાય, મેડીકલ સલાહના આધારે તેમને સિક લીવ પણ આપવામાં આવશે. 


શું છે યોગ્યતા

- 12મા ધોરણમાં મેથ્સ, ફિઝિક્સ અને ઈંગ્લિશમાં ઓછામાં ઓછા 50 ટકા અને ઈંગ્લિશમાં 50 ટકા માર્કસ હોવા જોઈએ.

- ત્રણ વર્ષનુ ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગ ઉમેદવાર પણ અપ્લાય કરી શકે છે. તેમના 50 ટકા માર્કસ હોવા જોઈએ.

- ફિઝિક્સ અને મેથ્સની સાથે બે વર્ષીય વોકેશનલ કોર્સ પાસ ઉમેદવારને પણ અપ્લાય કરવાની તક મળશે.

- અગ્નિવીર માટે અપ્લાય કરનારા ઉમેદવારોની લંબાઈ 152.5 સેમી હોવી જોઈએ. 


કેવી રીતે કરવાની અરજી

- વાયુસેનામાં અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જાવ.

- હોમપેજ પર તમારે Apply Online પર ક્લિક કરવાનુ રહેશે. 

- ઉમેદવારોને સૌથી પહેલા સાઈન ઈન કરવાનુ રહેશે. 

- સાઈન અપ બાદ તમને લોગઈન અને પાસવર્ડ મળી જશે. 

- લોગઈન-પાસવર્ડ દ્વારા તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનુ રહેશે. 

- છેલ્લે એપ્લિકેશન ફી ભરીને ફોર્મને સબમિટ કરી દો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post