• Home
  • News
  • એર ઈન્ડિયાને મળ્યા નવા CEO:51 વર્ષના આયસી 1 એપ્રિલથી પદ સંભાળશે, તુર્કિશ એરલાઈન્સના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે
post

આયસીએ કહ્યું હું લીડિંગ આઈકોનિક એરલાઈન્સને લીડ કરવા અને ટાટા ગ્રુપ સાથે જોડાતા ઘણો જ ખુશ છું

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-15 11:21:20

ટાટા સન્સે તુર્કિશ એરલાઈન્સના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર આયસીને એર ઈન્ડિયાના નવા MD અને CEO બનાવ્યા છે. કંપનીએ બોર્ડ દ્વારા આયોજીત બેઠકમાં આ નિર્ણય લીધો છે. તેઓ 1 એપ્રિલથી પોતાની જવાબદારી સંભાળશે. બોર્ડની મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ સામેલ થયા હતા. બોર્ડે યોગ્ય રીતે વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામને મંજૂરી આપી છે.

તેમની જોઈનિંગ માટે અત્યારે દરેક રેગુલેટરી પાસેથી મંજૂરી લેવાની બાકી છે. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની 100% ભાગીદારી 18,300 કરોડ રુપિયામાં ખરીદી હતી. 27 જાન્યુઆરીએ આ ડીલ પુરી થઈ હતી અને તે દિવસથી ટાટા સન્સ એર ઈન્ડિયાની માલિક બની હતી.

ઈસ્તાંબુલમાં આયસીનો જન્મ થયો હતો
આયસીનો જન્મ 1971માં ઈસ્તાંબુલમાં થયો હતો. 51 વર્ષીય આયસી, તુર્કીના બિલ્કેન્ટ યૂનિવર્સીટીના પોલિટિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના 1994 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 1995માં તેમણે ઈંગ્લેન્ડની લીડ્સ યૂનિવર્સિટીમાં પોલિટીક સાયન્સ પર એક રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. 1997માં તેમણે ઈસ્તાંબુલની મરમારા યૂનિવર્સિટીથી ઈન્ટરનેશનલ રિલેશન્સ માસ્ટર પોગ્રામ પૂરો કર્યો હતો.

ટાટા ગ્રુપ સાથે જોડાતા ખુશ છું: આયસી
આયસીએ કહ્યું હું લીડિંગ આઈકોનિક એરલાઈન્સને લીડ કરવા અને ટાટા ગ્રુપ સાથે જોડાતા ઘણો જ ખુશ છું. અમે એર ઈન્ડિયાની મજબૂત હિસ્ટ્રીનો ઉપયોગ કરીશું અને દુનિયામાં તેને બેસ્ટ એરલાઈન્સ બનાવાનો પ્રયત્ન કરીશું. ધ વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે આયસી તુર્કિશ ફુટબોલ ફેડરેશન, તુર્કિશ એરલાઈન્સ સ્પોર્ટ્સ ક્લબ અને TFF સ્પોર્ટિક એનોનિમ સિરકેટીના બોર્ડ મેમ્બર છે. તેઓ કેનેડાઈ તુર્કી બિઝનેસ કાઉન્સિલ અને યૂએસ-તુર્કી બિઝનેસ કાઉન્સિલના સભ્ય પણ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post