અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની 9 ફ્લાઈટ રદ, લંડન, કુવૈતની 2થી 3 કલાક મોડી પડી
અમદાવાદના સરદાર
વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઈકાલે 20થી 25 ફ્લાઈટ રદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે માઈક્રોસોફ્ટમાં આઈટી આઉટેજમાં ક્ષતિ આવતા દુનિયાભરની વિવિધ સેવાઓ થંભી
ગઈ હતી. જેમાં ખાસ કરીને એરલાઇન્સ, બેન્કિંગ સેવા, ટિકિટ બુકિંગ, વેબચેક ઇન બોર્ડિંગ પાસ
વગેરે સેવાઓ થંભી થઈ ગઈ હતી. જેને લીધે સૌથી વધુ હવાઈ મુસાફરો પરેશાન થયા હતા. આ
ઉપરાંત મુસાફરો એરપોર્ટ પર ચેક ઇન ન કરી શકતા ફ્લાઈટ પણ તેના નિશ્ચિત સમયના ઘણા
સમય બાદ ટેક ઓફ થઈ શકી હતી. આજે પણ માઈક્રોસોફ્ટ આઉટેજની અસર હવાઈ મુસાફરી પર જોવા
મળી રહી છે. આજે અમદાવાદ એરપોર્ટથી આવતી-જતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની 9 ફ્લાઈટ રદ થઈ છે.
જ્યારે લંડન, કુવૈતની ફ્લાઈટ બેથી ત્રણ કલાક મોડી પડી હતી.
કઈ કઈ ફ્લાઈટ રદ થઈ
અમદાવાદ આવતી મુંબઈની 2, દિલ્હીથી આવતી 2, બેંગ્લોરથી આવતી 1, અમદાવાદથી દિલ્હી જતી 2, મુંબઈ જતી 1 અને બેંગ્લોલ જતી 1 એમ 9 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ બેથી
ચાર કલાક મોડી પડી
ગઈકાલે દુનિયાભરની ફ્લાઈટને અસર થઈ હતી. જેને પગલે આજે લંડનથી અમદાવાદ આવતી એર
ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક, જ્યારે કુવૈત સિટીથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ત્રણ કલાક માટે
મોડી પડી હતી. સાઉદી અરેબિયાના જેહાદથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ 4 કલાક કરતાં પણ વધુ સમય
માટે મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અત્યારસુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટની વાત
કરવામાં આવે તો દિલ્હી, મુંબઈ જેવા શહેરોની મોટાભાગની ફ્લાઈટ એક કલાક જેટલા સમય માટે મોડી પડી છે.