• Home
  • News
  • એરટેલે એપમાં સુરક્ષાની ખામીની વાત સ્વીકારી, બગના કારણે કરોડો યૂઝર્સનો ડેટા ખતરામાં હતો
post

દેશની ત્રીજી સૌથી મોટી મોબાઇલ કંપની એરટેલે શનિવારે તેના એપમાં સુરક્ષા ખામીની વાત સ્વીકાર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-07 16:25:20

નવી દિલ્હી: દેશની ત્રીજી સૌથી મોટી મોબાઇલ કંપની એરટેલે શનિવારે તેના એપમાં સુરક્ષા ખામીની વાત સ્વીકાર કરી. રિપોર્ટ્સ પ્રમાણે એરટેલ એપના એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસમાં બગની માહિતી મળી હતી. તેનાથી હેકર્સ યૂઝર્સના નંબરના આધાર પર પર્સનલ માહિતી ચોરી કરી શકતા હતા. જોકે હજુ સુધી ડેટા સાથે છેડછાડની કોઇ વાત સામે આવી નથી. બગના કારણે કરોડો યૂઝર્સના નામ, ઇમેલ, જન્મતારીખ અને સરનામા જેવી જાણકારી લીક થવાનો ખતરો હતો.

એરટેલના પ્રવક્તાએ જણાવ્યું કે એપમાં ઉપસ્થિત બગની સમસ્યાને દૂર કરી દેવામાં આવી છે. કંપનીનું ડિજીટલ પ્લેટફોર્મ સુરક્ષિત છે. ગ્રાહકોની પ્રાઇવેસી કંપની માટે સૌથી અગત્યની છે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રમાણે સપ્ટેમ્બર 2019 સુધી એરટેલના 32.50 કરોડ એક્ટિવ યૂઝર્સ હતા. ભારતમાં વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જિયો બાદ તે ટેલીકોમ ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી કંપની છે. આ વર્ષે ઓક્ટોબરમાં લોકલ સર્ચ સર્વિસ જસ્ટડાયના એપીઆઇમાં પણ બગ આવી ગયો હતો. તેના લીધે એપના 15 કરોડ યૂઝર્સનો ડેટા લીક થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post