• Home
  • News
  • સુરતી ખેલૈયાઓનો જુસ્સો જોઈ ઐશ્વર્યા મજમુદાર અવાક, કહ્યું- એનર્જીથી ગરબા રમતા જોઈ ગાયનનો જુસ્સો ડબલ-ટ્રિપલ નહીં, ચાર ગણો થયો
post

ઐશ્વર્યા મજમુદારનાં ગીતો પર ખેલૈયાઓ ભાન ભૂલ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:27:07

સુરત: સુરતમાં નવરાત્રિને લઈને પાર્ટી પ્લોટોમાં અને ડોમોમાં અનેક મોટાં આયોજનો થયાં છે. એમાંથી સુરતના સરસાણા ખાતેના કન્વેન્શન સેન્ટરમાં ગરબાકિંગ ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓને ઝુમાવી રહી છે. મા અંબાના ગરબે ઝૂમવા ખેલૈયાઓમાં પણ ઉત્સાહ આ વખતે જોવા મળ્યો છે. સુરતીઓ બેધડક ભાન ભૂલી ઐશ્વર્યા મજમુદારનાં ગીતો પર ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે સુરતના ખેલૈયાઓની એનર્જી જોઈ ઐશ્વર્યા મજમુદાર પણ આવક રહી ગઈ છે અને દિવ્ય ભાસ્કર સાથે વાતો કરી જણાવ્યું હતું કે સુરતમાં ખેલૈયાઓના ઉત્સાહનો તો મેળો લાગ્યો છે, જેથી મારા ગાયનમાં જુસ્સો ડબલ-ટ્રિપલ નહીં, ચાર ગણો થયો છે.

સુરતમાં ખેલૈયાઓના ઉત્સાહનો મેળો લાગ્યો છે: ઐશ્વર્યા મજમુદાર
ગરબાકિંગ ઐશ્વર્યા મજમુદાર આ વખતે સરસાણા ખાતે યોજાયેલી રંગતાળી નવરાત્રિમાં સુરતના ખેલૈયાઓને ઝુમાવવા માટે આવી છે. ત્યારે ઐશ્વર્યા મજમુદારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સુરતના ખેલૈયાઓનો ઉત્સાહનો તો મેળો લાગ્યો છે. મેં ક્યારે આવો ઉત્સાહ જોયો નથી. દરેક ખેલૈયાઓને ઉત્સાહમાં રમતા જોવાની ખરેખર મને મજા આવી ગઈ છે.

ખેલૈયાઓનો જોશ તેમનામાંથી થઈને મારામાં આવે છે
ઐશ્વર્યા મજમુદારે વધુમાં જણાવ્યું હતું કે સુરતી ખેલૈયાઓને જોઈ મારા ગાયનમાં જુસ્સો ડબલ નહીં, ટ્રિપલ નહીં, ચાર ગણો થઈ ગયો છે. અહીંની એનર્જી જોઈને હું આશ્ચર્ય પામી છું. ત્યારે લોકોને ઝુમાવવાનો મને આ મોકો મળ્યો છે, એના માટે માતાજીનો, ઈશ્વરનો પાર માનું છું કે મને આ મોકો આપ્યો. જે પ્રમાણે રંગતાળી નવરાત્રિ 2022ના ખેલૈયાઓનો જોશ તેમનામાંથી થઈને મારામાં આવે છે અને પાછો પાછળ હું તેમને આ જોશ આપું છું ત્યારે ખરેખર મને બહુ જ મજા આવે છે.

ઐશ્વર્યા મજમુદારે ગરબામાં ચાર ચાંદ લગાવ્યા
સરકારે કોરોનાના પેન્ડેમિક પરિસ્થિતિનાં બે વર્ષ બાદ આ વર્ષે મોટાં આયોજનોમાં નવરાત્રિ કરવાની પરવાનગી આપી છે. ત્યારે મા અંબાના ગરબે ઝૂમવા ખેલૈયાઓમાં પણ અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓના ઉત્સાહને ચાર ચાંદ લગાવવા આ વર્ષે ગરબાકિંગ ઐશ્વર્યા મજમુદાર નવ દિવસ સુધી સુરતમાં લોકોને ગરબાનો ભરપૂર આનંદ અપાવશે.

ઐશ્વર્યા મજમુદારનાં ગીતો પર ખેલૈયાઓ ભાન ભૂલ્યા
સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી રંગતાળી નવરાત્રિ 2022માં નવ દિવસ ગરબાકિંગ તરીકે જાણીતી ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓને ગરબે ઘુમાવે છે. ત્યારે પહેલા નોરતાથી જ ઐશ્વર્યા મજમુદારનાં ગાયનોમાં ખેલૈયાઓ ભાન ભૂલી ગરબે ઘૂમ્યા હતા. નવા નવા ગરબા અને તેની આગવી શૈલી સાથે સ્ટેજ પરથી ખેલૈયાઓને ભરપૂર આનંદ પીરસી રહી છે. ઐશ્વર્યા મજમુદાર સાથે ખૂબ જ એનર્જેટિક અદાઓ સાથે સ્ટેજ પરથી ગરબાઓ ગાઈને ખેલૈયાઓને રમવામાં મંત્રમુગ્ધ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post