• Home
  • News
  • અજય દેવગણની દ્રશ્યમ-ટુને રિલીઝ પહેલાં જ 3.5 કરોડનો ફટકો
post

બોલીવૂડ સાઉથ રિમેકની ખો ભૂલી જાય તેવો કિસ્સો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:43:43

મુંબઇ : અજય દેવગણની દૃશ્યમ-ટૂ ફિલ્મમાં રિલીઝ પહેલાં જ ૩.૫ કરોડનો ખર્ચો વધી ગયો છે. આ ફિલ્મનાં તેલુગુ વર્ઝનનું હિંદી ડબિંગ રિલીઝ થતાં અટકાવવા માટે તેમણે રિલીઝના મહિના પહેલાં જ આટલો ખર્ચો કરવો પડયો છે. 

અજય દેવગણની આ ફિલ્મ મૂળ મલયાલમ ફિલ્મની રિમેક જ છે. મોહનલાલ અભિનિત મૂળ મલયાલમ દૃશ્યમ-ટૂ ઓટીટી પર સબટાઈટલ્સ સાથે ઓલરેડી ઉપલબ્ધ છે.  અજયની ટીમે મૂળ મલયાલમના રાઈટસ તો લઈ લીધા હતા પરંતુ તેમના ધ્યાન બહાર જ ગયું હતું કે મલયાલમ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ અલગથી બની ચૂક્યું છે. દરમિયાન,હિંદી દર્શકોને સાઉથની ફિલ્મોનું હિંદી ડબિંગ દ્વારા ઘેલું લગાડનારા એક મૂળ ગુજરાતી નિર્માતાએ તેલુગુ દૃશ્યમ ટૂના રાઈટ્સ પણ ખરીદી લઈ તેનું હિંદી ડબિંગ રિલીઝ કરવાની કવાયત આદરી હતી. આ વાતની જાણ થતાં અજય દેવગણની ટીમ દોડતી થઈ હતી.  અજયના ભૂતપૂર્વ મેનેજર જ દૃશ્યમ ટૂના નિર્માતા છે. તેમણે આ રાઈટ્સ માલિક ગુજરાતીનો સંપર્ક કરી તેમની પાસેથી તેલુગુના રાઈટ્સ પણ ૩.૫ કરોડમાં ખરીદ્યા હતા. 

જોકે, ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે અજયને આ બધી મહેનત પણ ફળે તેવી ખાસ શક્યતા નથી કારણ કે મોહનલાલની ઓરિજિનલ મલયાલમ લોકો ઠઓટીટી પર લાંબા સમય પહેલાં જોઈ ચૂક્યા છે.આથી જ અજય દેવગણ આ ફિલ્મના પ્રચારમાં વારંવાર દાવો કરે છે કે હિંદી ફિલ્મ મૂળ મલયાલમની ફ્રેમ ટૂ ફ્રેમ કોપી નથી. આ વાત સાબિત કરવા તેમણે હિંદીમાં અક્ષય ખન્નાનું સમાંતર પાત્ર પણ ઊભું કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post