• Home
  • News
  • અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી
post

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસોથી બે હલચલ ઘણી ચર્ચામાં હતી. એક રાજકારણમાં આવેલો ભૂકંપ અને બીજી એનસીપી ચીફ શરદ પવારના પરિવારમાં દેખાઈ રહેલી તિરાડ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-27 12:53:19

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસોથી બે હલચલ ઘણી ચર્ચામાં હતી. એક રાજકારણમાં આવેલો ભૂકંપ અને બીજી એનસીપી  ચીફ શરદ પવારના પરિવારમાં દેખાઈ રહેલી તિરાડ. તેમાંથી એક હલચલને તો બુધવારે વિરામ મળતો જોવા મળ્યો જ્યારે સુપ્રિયા સુલે અજિત પવારને ભેટી પડ્યા અને બંને ભાઈ-બહેને કોઈ પણ પ્રકારના ઝઘડાનો ઇન્કાર કર્યો. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન શપથ લેવા પહોંચેલા અજિત પવારનું સુપ્રિયાએ ખુલ્લા હૃદયે સ્વાગત કર્યું અને કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો.

સુપ્રિયા સુલેએ આ દરમિયાન કહ્યું કે, પાર્ટી અને પરિવારમાં ઘણી વાર અણબનાવની સ્થિતિ ચોક્કસ આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે જુદાઈ થઈ જશે. તેઓએ કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને અમારા માટે સન્માન પાત્ર છે. અમારા બંનેની વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નથી થતો, આ માત્ર લોકોની ફેલાયેલી અફવા છે બીજું કંઈ નહીં.


સુપ્રિયા સુલે અને અજિત પવારને સાથે જોઈ એનસીપીના ધારાસભ્યોમાં પણ ખુશીનો માહોલ છે. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ આ દરમિયાન કહ્યુ કે, અજિત પવાર એનસીપીનો હિસ્સો છે અને અમારા વરિષ્ઠ છે. સુપ્રિયા અને અજિતની વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ નહોતો અને આજે તેઓ સૌની સામે છે.

વિધાનસભા પહોંચેલા અજિત પવારના ભત્રીજા અને એનસીપીના ધારાસભ્ય રોહિત પવારે કહ્યુ કે, અમને ખુશી છે કે અજિત પરત આવી ગયા છે. તેઓ એનસીપીનો હિસ્સો છે અને અમે તેમના માર્ગદર્શનમાં આગળ કામ કરતાં રહીશું. રોહિતે કહ્યુ કે, તેમની પાસે ઘણો અનુભવ છે અને અમને અમારો ફાયદો મળશે.

વિધાનસભા પહોંચેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ સુપ્રિયા સુલેએ અભિવાદન કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ હાથ મેળવ્યા. ત્યારબાદ સુલેએ તમામ ધારાસભ્યોનું પ્રવેશ દ્વાર પર અભિવાદન કર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post