• Home
  • News
  • અકાલી દળે કહ્યું- અમે દિલ્હી ચૂંટણી નહીં લડીએ, CAA પર સ્ટેન્ડ બદલવાનો ઇનકાર
post

દિલ્હીમાં ચૂંટણી નહીં લડીએ, આ દેશ મહાન છે, તેમાં કોમવાદને સ્થાન નથી: સિરસા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:50:58

ભાજપના સહયોગી શિરોમણી અકાલી દળે સોમવારે કહ્યું કે તેઓ દિલ્હી ચૂંટણી નહીં લડે કારણ કે તેઓ CAA અંગે તેમનું સ્ટેન્ડ બદલવા તૈયાર નથી. પાર્ટી તરફથી મન્જીન્દરસિંઘ સિરસાએ કહ્યું છે કે ભાજપ અને અકાલી દળના જૂના સંબંધ છે પરંતુ જ્યારથી સુખબીર બાદલજીએ CAA અંગે સ્ટેન્ડ લીધું ત્યારે ભાજપે તેના પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. અમે ઇચ્છતા હતા કે દરેક ધર્મના લોકોને CAAમાં સામેલ કરવામા આવે. અમે તે વલણ પર મક્કમ છીએ તેથી અમે સ્ટેન્ડ બદલવાની જગ્યાએ દિલ્હીમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.


સિરસાએ વધુમાં કહ્યું કે પાર્ટી(અકાલી દળ) માને છે કે NRC લાગૂ થવું જોઇએ. અમે નાગરિકતા કાયદાનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે ક્યારેય કોઇ ધર્મને તેમાંથી બાકાત કરવા કહ્યું હતું. અમે NRCની પણ વિરુદ્ધમાં છીએ. એવો કોઇ કાયદો હોવો જોઇએ જેના લીધે લોકોને લાઇનમાં ઉભા રહીને બધુ પુરવાર કરવું પડે. એક મહાન દેશ છે જેમાં કોમવાદને કોઇ સ્થાન નથી.

adv

Related News

post
post
post
post
post
post
post