• Home
  • News
  • અક્ષરની સતત ત્રણ ઇનિંગ્સના પહેલી ઓવરમાં વિકેટની હેટ્રિક
post

અક્ષર પટેલની લાઈન અને લેન્થ તેની મોટી તાકાત છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 09:46:12

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલના નામે અનોખી હેટ્રિકનો રેકોર્ડ નોંધાયો છે. અક્ષર સતત ત્રણ ઇનિંગ્સમાં પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવનાર પહેલો ખેલાડી બન્યો છે. અક્ષરે સીરિઝની ચોથી ટેસ્ટમાં પહેલા જ દિવસે પહેલી જ ઓવરમાં સિબલેને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા તેણે ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં જોની બેરસ્ટોને આઉટ કર્યો હતો. તો બીજી ઇનિંગ્સમાં પણ પહેલી જ ઓવરમાં જૈક ક્રાઉલને બોલ્ડ કર્યો હતો. ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ભારતે 1 વિકેટના ભોગે 24 રન નોંધાવ્યા હતા.

અક્ષર પટેલની ખાસિયત
અક્ષર પટેલની લાઈન અને લેન્થ તેની મોટી તાકાત છે. તે સ્ટમ્પ પર બોલ નાંખવામાં માહેર છે. અત્યાર સુધીમાં તેણે 60 ટકા બોલ બિલકુલ સ્ટમ્પર પર જ ફેંકી છે આથી મોટાભાગના બેટ્સમેન બોલ્ડ કે એલબીડબલ્યુ થયા છે. અક્ષરની બોલિંગ થોડીક ઝડપી પણ હોય છે. તે વધુ ફ્લાઈટ નથી આપતો. બોલ ઝડપથી આવતા બેટ્સમેનને સ્વિપ રમવામાં તકલીફ પડે છે. પરિણામે બેટ્સમેન સ્વિપ ફટકારવા જતાં મુશ્કેલી અનુભવે છે. આ મેચમાં પણ આવું જ થયું છે. અક્ષરની બોલિંગ સામે રમવામાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ભારે તકલીફ પડી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post