• Home
  • News
  • રેકોર્ડ / અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર એક વર્ષમાં 700 કરોડથી વધુ કમાણી કરનાર પહેલો બોલિવૂડ એક્ટર બન્યો
post

20 ડિસેમ્બરે રિલીઝ થયેલી સલમાનની ફિલ્મે છ જાન્યુઆરી સુધી 144.24 કરોડની કમાણી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:54:47

મુંબઈઃ અક્ષય કુમારની ગયા વર્ષે રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મગુડ ન્યૂઝહતી. 27 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મે અત્યાર સુધી 167.50 કરોડની કમાણી કરી છે. હાલમાં બોલિવૂડના સૌથી બેંકેબલ સ્ટાર્સમાં અક્ષય કુમાર સામેલ છે. અક્ષય કુમારે બોલિવૂડમાં એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. અક્ષય કુમાર બોલિવૂડનો પહેલો એક્ટર છે, જેણે એક વર્ષમાં બોક્સ-ઓફિસ પર 700 કરોડથી વધુની કમાણી કરી છે.

અક્ષયની વર્ષ 2019માં ફિલ્મ્સ રિલીઝ થઈ

ફિલ્મ

કમાણી (કરોડમાં)

કેસરી

154.41

મિશન મંગલ

202.98

હાઉસફુલ 4

194.60

ગુડ ન્યૂઝ

167.50* (ફિલ્મ હજી ચાલે છે)

ટોટલ

719.49


બોક્સ ઓફિસ પરગુડ ન્યૂઝની કમાણી હજી ચાલુ

ફિલ્મમાં કરીના કપૂર, દિલજીત દોસાંજ તથા કિઆરા અડવાણી છે. ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખાણી છે. ફિલ્મે સલમાન ખાનની ફિલ્મદબંગ 3’ની કમાણીને પાછળ મૂકી દીધી છે. 20 ડિસેમ્બરે રિલીઝ થયેલી સલમાનની ફિલ્મે જાન્યુઆરી સુધી 144.24 કરોડની કમાણી કરી છે.

·         ફર્સ્ટ ડે - 17.56 કરોડ રૂ.

·         ફર્સ્ટ વીકેન્ડ - 65.99 કરોડ રૂ.

·         ફર્સ્ટ વીક - 127.90 કરોડ રૂ.

·         સેકેન્ડ વીક - 34.20 કરોડ રૂ.

·         સેકન્ડ મન્ડે - 5.40 કરોડ રૂ.

·         અત્યાર સુધી ફિલ્મની કમાણી - 167.50 કરોડ રૂ.


પ્રભાસનો રેકોર્ડ હજી સુધી કોઈએ તોડ્યો નથી
સાઉથ સ્ટાર પ્રભાસ એક માત્ર એવો એક્ટર છે, જેણે માત્ર એક ફિલ્મના દમ પર વર્ષમાં 500 કરોડથી વધુ કમાણી હિંદી સિનેમાના બોક્સ ઓફિસ પર કરી હતી. વર્ષ 2017માં એસ એસ રાજામૌલીની ફિલ્મબાહુબલી 2: કન્ક્લૂઝનના હિંદી વર્ઝને 510.99 કરોડનો બિઝનેસ કર્યો હતો.

એક વર્ષમાં વધુ બોક્સ-ઓફિસ કલેક્શન કરનાર સ્ટાર્સ

સ્ટાર

ટોટલ ફિલ્મ્સ

બોક્સ ઓફિસ કલેક્શન (કરોડમાં)

વર્ષ

અક્ષય કુમાર

4

719.49

2019

રણવીર સિંહ

2

542.46

2018

સલમાન ખાન

2

530.50

2015

પ્રભાસ

1

510.99

2017

રીતિક રોશન

2

464.85

2019

 

 

adv

Related News

post
post
post
post
post
post
post